________________
આ
જ ' કેત
.
V
* * * * 1} {
wiss
T
4
)
.
જી
પ
મ.
I AAROT ભરપૂર વ્યાખ્યાન આપવા માંડ્યું. જોતજોતામાં શ્રાવકમાં અપૂ
. જાગૃતિ આવી. એક પછી એક એમ સાઠ ઘર મૂર્તિપૂજક બન્યાં. એક મંદિરનું પણ નિર્માણ કર્યું. પણ આ બધા પરિશ્રમથી તેમજ આહારપાણની અનારોગ્યતાના કારણે સંપ્રહણીના રેગે પુનઃ દર્શન દીધાં. તેઓએ થોડો સમય અહીં સ્થિરતા કરી.
પણ વિશ્રામનું વિધાન ન હોય, પછી વિશ્રામ કેમ લેવાય ? પાલીતાણાની સંસ્થા પણ કૃષ્ણપક્ષના ચંદ્રની જેમ તેજહીને બનતી જતી હતી. એક દહાડે પાલીતાણાથી ખાસ માણસ આવ્યું. મુનિજીને પધારવા ને સુકાન સંભાળવા ખૂબ આગ્રહ કર્યો. મુનિજી કમર કસી તૈયાર થયા અને તે દિશામાં વિહાર કર્યો.
સ્વાશ્ય જોઈએ તેટલું સુંદર નહોતું, પણ તેઓ રણ ઓળંગી માળીયા આવ્યા. માળીયા ઠાકરે મહારાજશ્રીના વ્યાખ્યાનને લાભ લીધે અને તેમને ભક્તિભાવ ખૂબ વધી ગયે. જૈનધર્મ અને જેનસાધુ માટે તેમને ખૂબ માન થયું. અને મુનિજીની આજ્ઞા મુજબ ઠાકર સાહેબે કંઈ ધર્મકાર્ય કરવાને વિચાર જાહેર કર્યો.
- કચ્છનું રણ ઓળંગી આવતા મુસાફરોને પાણીની ખૂબ મુશ્કેલી નડતી ને ઝાંઝવાનાં જળના મેહમાં કેટલાયનાં મૃત્યુ થતાં. ગરમીના દિવસે માં દવ લાગ્યો હોય એમ લાગતું. તેમણે માળીયા નરેશને આ સંબંધી ઉપદેશ આવી સુંદર જળ મળે તેવી ને ભૂખ્યા પેટને ટાઢક વળે તેટલા ગેળ-દાળીઆ અપાવવાની વ્યવસ્થા કરાવી. માળિયાનરેશ તે મુનિજીના ધર્મપ્રેમ અને વિદ્વત્તા પર મુગ્ધ હતા. તેઓએ શિકાર અને દારુને ત્યાગ કર્યો અને વિહાર કરતા મુનિજીનાં ચરણેમાં આટલું ધર્મજાતું ધર્યું. આ ઉપરાંત પોતાની પૂજામાં જિનવરની મૂર્તિ પધરાવી તથા જૈન નકશાઓ અને સાહિત્યને સંગ્રહ કર્યો. મુનિજી અહીંથી આગળ વધતા અનુક્રમે મોરબી વટાવી ચૈત્ર સુદ ૧૧ ના રોજ પુનઃ પાલીતાણામાં પધાર્યા.
પિતા છે
નું
: i
w'il
.
ના
4
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org