________________
તે
ન
જ
મા તારા
=
શ્રી ચારિત્ર વિજય કેટલાક ફેરફાર કર્યા. કાર્યકર વર્ગ મજબૂત બનાવ્યો. અભ્યાસ પણ બરાબર ચા. ૨૨ વિદ્યાથીઓ કલકત્તા સંસ્કૃત એસોસિયેશનની વ્યાકરણ મધ્યમા અને ચાર વિદ્યાથીઓ “તીર્થ” પરીક્ષા માટે તૈયારી કરવા લાગ્યા.
બધું થાળે પડી ગયું. પુનઃ મુનિજની ભાવના વિકાર કરવાની થઈ આ વખતે કચ્છમાંથી ભક્તો ખૂબ વિનંતી કરતા હતા. કચ્છ તજ્યા બાર બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં. એક વખત કચ્છ પધારવા અને ત્યાંની ભક્ત જનતાને પાવન કરવા ખૂબ આગ્રહ હતો. મુનિજીએ કચ્છમાં વિહાર કરવાને નિશ્ચય કર્યો.
આ વાત પાલીતાણામાં વાયુવેગે ફેલાઈ ગઈ. જલપ્રલય વખતની, પાઠશાળા અંગેની અને બીજી અનેક સેવાઓ આજપૂર્વે એમની ખ્યાતિ પ્રસરાવી ચૂકી હતી. શું છે કે શું જનેતર; દરેકના હૃદયમાં મુનિજીએ પૂજ્યતાનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સહુએ નિશ્ચય કર્યો કે તેમની આટઆટલી સેવાઓ અંગેને આપણે આનંદ અને આભાર મુનિજીને જણાવે જોઈએ. પરિણામે એક જાહેર મેળાવડે જ માનપત્ર આપવાનો નિર્ણય કર્યો. મુનિજી આ વાતથી તદ્દન વિરુદ્ધ હતા, પણ સહુના સ્નેહ પાસે તેઓ નિરુપાય હતા.
આ વખતે પાલીતાણા સ્ટેટના દિવાનપદ પર શ્રીયુત ન્યારત્ન નારણદાસ કાલીદાસ ગામી હતા. તેમના પ્રમુખપદ નીચે માનપત્રને મોટો મેળાવડો યોગ વામાં આવ્યો. ગામના મહાજને, રાજ્યના અધિકારીઓ, આ ઉપરાંત પત્રોના અધિપતિઓની બહુસંખ્યક હાજરી વચ્ચે અનેક વક્તાઓએ મુનિજીની સેવાઓની ભૂરિ ભૂરિ પ્રશંસા કરી. નિઃસ્વાથ, સેવાભાવી તરીકે, વર્તમાન સંસ્થાના જન્મદાતા કે પ્રાણ તરીકે, રાજ્યના ઉપકારી તરીકે તેમને સૌએ વર્ણવ્યા.
પ્રમુખશ્રીએ પિતાના થોડા શબ્દમાં મુનિજીના કાર્યને તાદશ ચિતાર રજૂ કર્યો. તેઓએ જણાવ્યું કે, “મહારાજશ્રીને ગાઢ પરિચય પછી મારે કહેવું જોઈએ કે, તેમના ઉજજવલ
: MESS:
:
-
-
રે
Jain Education International
- - - - - -
-
- For Personal & Private Use Only
www.jainelibrary.org