________________
CLIC
Jain Education International
શ્રી ચા રિ ત્ર વિ જ ય
ઉપધાનની માળાના મહાત્સવ હતા. આ વખતે મૂલચંદજી મહા– રાજના સમુદાય બહુ જ તેજસ્વી અને વિદ્વાન ગણાતા. પન્યાસ શ્રી કમલવિજયજી મહારાજે વર્તમાન યુગની ભાવના પારખી મૂલચન્દ્રજી મહારાજના સમસ્ત સાધુઓનું એક મોટું સમ્મેલન એકઠુ કર્યુ.. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવ જોઈ સાધુસંસ્થાની ઉન્નતિ થાય, વિદ્યાભ્યાસ, શાસ્ત્રજ્ઞાન વધે અને સાધ્વીસ સ્થાની પ્રગતિ થાય તે માટે સુંદર ઠરાવે। ર્યાં અને સારું. મધારણ ઘડ્યું. ચરિત્રનાયક આ વખતે અત્રે હાજર હતા.
ત્યાર પછી દાદાગુરુજી શ્રી કમલવિજયજી પન્યાસ (શ્રી વિજયકમલસૂરિ ) શ્રી વિનયવિજયજી મહારાજ, શ્રી લાભવિજયજી મહારાજ, શ્રી મેાહનવિજયજી મહારાજ, શ્રી માતિવિજયજી મહારાજ તથા મુનિજી વગેરે મુનિમ'ડલ ત્યાંથી વિહાર કરી સિદ્ધાચલજીની યાત્રા કરવા પાલીતાણા પધાર્યું. સ. ૧૯૬૬નું ચતુર્માસ પાલીતાણામાં શ્રી સિદ્ધગિરિની છાયામાં જ કર્યું.
ચતુર્માસ બાદ ત્યાંથી વિહાર કરી ગિરનારજીની યાત્રા કરવા પધાર્યા. સિદ્ધાચલજીથી પહાડી રસ્તે સીધા જ ગિરનારજી ગયા. બાદમાં કાઠિયાવાડમાં વિચરી પુનઃ સિદ્ધાચલજી પધાર્યા અને સ. ૧૯૬૭નું ચતુર્માસ પુનઃ પાલીતાણામાં કર્યું,
૬૦
For Personal & Private Use Only
www.jainelibrary.org