________________
-
1
શ્રી ચારિત્રવિ જ ય રોકવા કણ ગુરુ કુગુરુ બને? છતાં વિહારની કઠિનતા અને ભયંકર અગવડો તેમને જરા વિચાર કરાવી રહી હતી, પણ સાથે મુનિજીના સાહસ અને સહિષગુતાથી તેઓ પરિચિત હતા. મુનિરાજ ભક્તિવિજયજી(આજના વિજયભક્તિસૂરિજી)એ તેમાં પ્રોત્સાહન આપ્યું. ધ્રોલવાળા શ્રીયુત માણેકચંદ મૂળચંદે કેટલીક સગવડો કરવા કહ્યું. આખરે તેમણે ખૂબ વહાલથી આશીર્વાદ સાથે મુનિજીને રજા આપી.
ઈચ્છિતની સિદ્ધિને આનંદ મુનિજીને પવનવેગે પ્રવાસ કરાવતો હતો. માર્ગમાં અનેક મુશ્કેલીઓ આવશે એની પહેલેથી કલ્પના હતી, પણ મુનિજીને તેની પરવા નહોતી. તેઓ વિહાર કરતા બનારસ પહોંચ્યા. આ વખતે શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા, ઠઠેરી ગલી, અંગ્રેજી કઠીમાં હતી. પાઠશાળાના પ્રાણ પૂછપાશ્રી વિજયધર્મસૂરિજી કાશીમાં જ હતા. મુનિ ચારિત્રવિજયજી એમની ભક્તિમાં અને સાથે વિદ્યાસાધનામાં તલ્લીન બની ગયા. એ કાળે ગુરુકુળવાસની પ્રાચીન દઢ માન્યતાએ વિદ્યાના દરેક અર્થી ઉપર એવી છાપ જારી રાખી હતી કે, ગુરુસેવા વગર સાચી વિદ્યા પ્રાપ્ત થતી નથી. | મુનિએ જોતજોતામાં સૂરિજીને પ્રેમ સંપાદન કરી લીધો. તેમને અભ્યાસ પણ બહુ જ સુંદર રીતે ચાલતો હતો. અંગ્રેજી કોઠીના ત્રીજા માળની કોટડીમાં બેસી એકચિત્તે જેણે તેમને અભ્યાસ કરતા જોયા હશે, એ એમની તમન્નાની સાચી સાક્ષી પૂરી શકે. સં. ૧૯૬૨નું ચતુર્માસ તેમણે અહીં જ કર્યું. મુનિ ચાગ્નિવિજયજીની ખ્યાતિ અહીં બે રીતે પ્રસરી: એક વિદ્યાભ્યાસની તમન્નાવાળા વિદ્યાર્થી તરીકે અને બીજી બીમાર સાધુ વગેરેની સુંદર સેવા કરનાર તરીકે.
શ્રી વિજયધર્મસૂરિજી વિ. સં. ૧૯૬૨ના ચતુર્માસ પછી સમેતશિખરની યાત્રાએ ગયા. અહીંથી કલકત્તા પધાર્યા. આ વખતે સૂરિજી અને પાઠશાળા વચ્ચે જાગેલા પ્રકરણમાં આપણા મુનિજીએ સૂરિજીના એક પરમ વિશ્વાસુ તરીકેનું કામ કરી બતાવ્યું ત્યારથી તેઓ સૂરિજીના જમણા અંગરૂપ ગણાયા. ત્યારપછી
મહાકાળn
Yoy
- માથા
૫૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org