________________
સતિ
SI
કરવા
: ૧૮: સંસ્થા સ્થાયી રૂપ લે છે. તા લધ્વજ ગિરિની છાયામાં પાઠશાળા ઘણા દહાડા રહી. આ વખતે ભાવનગર સ્ટેટના મહારાજા ભાવસિંહજીના મામા કનુભાઈ તથા તળાજાના વહીવટદાર બાપુભાઈ મહારાજશ્રીના પરિચયમાં આવ્યા.
તેમને જૈન સાધુને આ પ્રથમ પરિચય હતું. તેઓ મુનિજી સાથેના ટૂંકા પરિચયમાં પણ તેમના ત્યાગ, તપ ને નિરાભિમાનતા જોઈ આકર્ષાયા. આ પરિચય વધતે ચાલે. મુનિરાજે તેમને જૈનધર્મનું ઉદાર સ્વરૂપ સમજાવ્યું. જૈન સાધુના આચારનું બયાન કર્યું. સુંદર ઉપદેશશેલી અને સચોટ દલીલથી તેમને જૈનધર્મના પૂજારી બનાવ્યા. મુનિરાજશ્રીના છેડા પરિચયમાં તેઓને ખાતરી થઈ કે આ કોઈ સંસારથી હારીને–થાકીને-ડરીને સાધુતા સ્વીકાર કરનાર વ્યક્તિ નથી, પણ સાચા ધર્મને અનુસરનાર, પરથે પ્રવૃત્તિમય સંન્યાસને પરમ આદર્શ રજૂ કરનાર એક મહાન સાધુ છે.
પરમ ભક્તિથી રંગાયેલ પરિચય આગળ વધે. મુનિરાજશ્રીની સંસ્થા માટેની અપૂર્વ જહેમતે તેમને વધુ ભક્તિવાન બનાવ્યા. તેમને લાગ્યું કે આવા કર્મવીર સાધુ ભાવનગર રાજ્યને પિતાનું ક્ષેત્ર બનાવે, આવી સંસ્થાઓને સ્થાપન કરે અને વિકસાવે તે કેવું સુંદર ! તેઓશ્રીએ નમ્રભાવે વિનંતી કરીઃ
સાહેબ ! આપ આ સંસ્થાને ભાવનગર રાજ્યમાં લાવે તો જોઈએ એટલી જમીન મફત અપાવું. બીજી બધી પણ કરે આપને ઓછી થઈ જશે.'
ડી
છે.
Jain Education Fernational
For Personal & Private Use Only
www.jainelibrary.org