________________
વિ વા ધામ કાશી માં મુનિજી પણ કલકત્તા પહોંચ્યા. આ વિ. સં. ૧૯૬૩નું ચતુર્માસ સૂરિજી સાથે કલકત્તામાં જ કર્યું. આ વખતે પણ મુનિજીને વિદ્યાભ્યાસ તે બરાબર ચાલુ જ હતું. કલકત્તામાં પ્રસિદ્ધ વક્તા મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી તથા ન્યાયતીર્થ ન્યાયવિશારદ ન્યાયવિજયજી આદિ છ જણાની દીક્ષા થઈ તેમાં પણ મુનિજીએ ઘણો જ સારે ભાગ લીધે.
ચતુર્માસ પછી કલકત્તાથી અજીમગંજ આદિ સ્થાને થઈ કાશી જતાં ભાગલપુરમાં તેઓને સખત બિમારી થઈ છતાં સમભાવ પૂર્વક સહેતા, ધીમેધીમે પાવાપુરી આદિ તીર્થધામોની યાત્રા કરતા અને દુખમાં પણ અપૂર્વ આહાદ મેળવતા તેઓ બિહારશરીફ પહોંચ્યા. અહીં એક દેશીર્વેદની દવાથી તેમને પૂર્ણ આરામ થયો. પછી ટૂંક મુદતમાં જ કાશી પહોંચી જઈ અભ્યાસ આગળ વધારવા માંડે. કાશીમાં ખુબ શાનિત-એકાગ્રતાથી વિદ્યાધ્યયન ચાલતું રહ્યું. વિ. સં. ૧૯૬૪નું ચતુર્માસ કાશીમાં જ
WI)
&
'
E
I!!!!
ત્રણ વર્ષ આ પ્રદેશમાં ગાળી, પરમ પૂનીત તીર્થધામોની યાત્રા કરીને અને સારો અભ્યાસ કરીને તેમણે ગુજરાત તરફ વિહાર કર્યો. કાશીપુરીથી અધ્યા, રત્નપુરી આદિની યાત્રા કરી લખનૌ થઈ કાનપુર ઝાંસીથી શિવપુરી થઈ, મક્ષીજી તીર્થની યાત્રા કરી ઉજજેન, ખાંચરોદ થઈ તેઓ રતલામ પધાર્યા. અહીં દાદાગુરુ શ્રી બાલબ્રહ્મચારી પંન્યાસજી કમલવિજયજી મહારાજ (વિજયકમલસૂરિજી) નાં દર્શન કર્યા. અહીંથી ગોધરા થઈ પાલીતાણા ગયા અને શ્રી સિદ્ધગિરિજીનાં પુનઃ દર્શન કર્યા. અત્રે ગુરુવર્ય શ્રી વિનયવિજયજી મહારાજશ્રીને ભેટી, ગુરુજી સાથે ત્યાંથી વિહાર કરી, અમદાવાદ, કપડવંજ થઈ ગાધરા જઈ સં. ૧૯૬૫નું ચતુર્માસ ગોધરામાં કર્યું. ચતુર્માસમાં ગુરુજી પાસે શાસ્ત્રાભ્યાસને વધુ વિશાલ ને ગંભીર બનાવ્યા
ચતુર્માસ પછી વિહાર કરી તેઓ વડોદરા પધાર્યા. અહીં તપગચ્છાધિપતિ શ્રી મૂલચંદજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા તથા /
૫૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org