________________
E
PM
=
શ્રી ચારિત્ર વિ જ ય કેમ થાય? કાશીમાં જોયેલાં છાત્રાલયે, તેમાં ભણતા અનાથ બ્રહ્મપુત્રો; તેમ જ સિલેન-લંકા અને કેલમ્મામાં ચાલતાં બૌદ્ધ વિદ્યાપીઠની સંભળેલી પ્રશંસા સાથે સાથે નાલંદા, તક્ષશિલા ને મિથિલાનાં વિદ્યાપીઠનાં વાંચેલાં વર્ણન. એક એક છાત્રાલયમાં ભણતા પાંચ પાંચ વિદ્યાર્થીઓ એ બધું તેમને યાદ આવતું. સાથે નવીન સ્થપાયેલ આર્યસમાજ લાહેર, જાલંધર, કાંગડી આદિમાં ગુરુકુલે સ્થાપી સ્વધર્મના પ્રચાર માટે જે અથાગ પરિશ્રમ અને પ્રયત્ન કરતો એ બધું વિહાર દરમ્યાન સાંભળ્યું. તેઓશ્રીને ઘણીવાર એ વિચાર મુંઝવતો કે કઈ બ્રાહ્મણ પંડિત, કેઈ બૌદ્ધ વિદ્વાન કે આર્યસમાજી પંડિત કયાંક જઈ જાહેરમાં જૈનધર્મ વિષે શંકા કરે તો તે વખતે ત્યાં કોઈ જૈન વિદ્વાન ન હોય તો કોણ જવાબ આપી શકે તેમ હતું? કોણ શાસ્ત્રાર્થની રણભેરી બજાવી મેદાને જંગમાં ઉતરી શકે તેમ હતું ? તો શા માટે ગૃહસ્થના પુત્રને એવા તૈયાર ન કરવા કે જેથી સમય આવે એમને મેં વિકાસી બેસી રહેવું ન પડે, અને શાસ્ત્રાર્થમાં, વાદમાં, ચર્ચામાં, જૈનધર્મના તત્ત્વ (ફિલેણી) નિરૂપણમાં સમર્થ શક્તિશાલી નિવડી, વિજયી ન બને !
આ બધાને માટે એક જ સરલ અને સુંદર માર્ગ છે. જૈનેના પવિત્ર તીર્થધામને બનારસ જેવું વિદ્યાપુરીનું ધામ-કેન્દ્ર બનાવવું. ત્યાં સુંદર સંસ્કૃત, પ્રાકૃત પાઠશાલાઓ સ્થાપવી. તેમાં ઊંચામાં ઊંચુ જૈન તત્ત્વજ્ઞાન, ધર્મજ્ઞાન અપાય. સંસ્કૃત અને પ્રાકૃતનું ઉચ્ચજ્ઞાન અપાય. સાથે ઈંગ્લીશ અને બીજી પણ જૈનધર્મના પ્રચારમાં સહાયભૂત ભાષાઓનું જ્ઞાન અપાય. જૈનાચાર્ય કૃત મહાન ન્યાયશાસ્ત્રના ગહન ગ્રંથનું અધ્યયન થાય. અને જેના પુત્ર સર્વતંત્ર સ્વતંત્ર બને. દિગ્ગજપંડિત બને. આવી સ્વયંભૂ પ્રેરણું નિરંતર તેમના હૃદયમાં જાગૃત રહેતી. રાખના ઢગલામાં છુપાયેલી અદશ્ય ચિણગારી પણ જેમ ઉષ્ણતા
વલંત રાખે છે તેમ આ સંસ્થા સ્થાપવાની ભાવના નિરંતર તેમના હૃદયમાં વિદ્યાધામ સરજવાની તમન્નાને જાગૃત રાખતી.
I
Illllli
"
.
.
Jain Education International
.
. ન For Personal & Private Use Only
www.jainelibrary.org