________________
Fકે
ધા રશી-ધ સિંહ સ્વામી
બધે રોકકળ ચાલી રહી. સૌએ ધારશીને મુએલ માની છે તેના નામથી સ્નાન કરી લીધું. બીજી તરફ સ્થાનકની દિવાલમાં ધારશી પણ જગતની આ માયાને મરેલી માની માનસિક સ્નાનથી શદ્ધ થઈ રહ્યો હતો. દિવસો વીતવા લાગ્યા. કાળદેવ પણ આ કથની પર વિસ્મરણને હાથ ફેરવી રહ્યા હતા, ત્યાં પત્રીના એક શ્રાવકે ઘેલાશાને ખબર આપ્યાઃ “માડવીમાં મેં ધારશીને જોયો છે.”
કેટલીક વાતે દુઃખમાંય હસાવે તેવી કઢંગી લાગે છે. સી આ વાત પર હસ્યા. પણ પિલા શ્રાવકે વધુ ખાતરી આપતાં કહ્યુંઃ માંડવીના સ્થાનકમાં ધારશીને કંઈક ગેખતે જે છે. એ સાધુ જેવા વેષમાં હતું. મેં એને ઘેર આવવા ઘણું કહ્યું પણ તેણે ના પાડી.”
ઘેલાશાને આ વાત પર સાધારણ વિશ્વાસ બેસતાં તે તરત ગાડું જોડી ધારશીના માસા સાથે માંડવી આવ્યા. સ્થાનકમાં જઈ જુએ છે તે ધારશી ત્યાં બેઠે હતો. આ જોઈ માસાજીને કે ભયંકર થયા. તેમણે ધારશીને કુળકલંક કહી ખૂબ સંભળાવ્યું. એ વખતે સામાન્ય રીતે પોતાના કુટુમ્બમાંથી કઈ દીક્ષા લે તે નાનપ લેખાતી. ઘેલાશાનું પ્રેમાળ હૃદય પુત્રને આ દશામાં ન જોઈ શક્યું. તેઓ સમજ્યા કે ધારશી સાધુ થઈ ગયે. એ બેભાન થઈ પૃથ્વી પર પટકાઈ પડ્યા. મોહ-માયાના પછડાટ જ આવા હોય છે.
પિતા સ્વસ્થ થયા ત્યારે ખબર પડી કે ધારશી સાધુ નથી થ. ધારશીને સામાયિકમાં જેવાથી પેલા શ્રાવકે સાધુ થવાનું કલ્પેલું. એમણે પુત્રને ઘેર ચાલવા કહ્યું, પણ એણે તે સ્પષ્ટ સંભળાવી દીધું કે “મારે સાધુ થવું છે.” પિતાનું પ્રેમઘેલું હૃદય દીર્ઘ દૃષ્ટિથી જેવા તૈયાર નહતું. તેઓ ધારશીને જબરદસ્તીથી પત્રી લાવ્યા. પિતા ધારશીને ત્યાંથી – સ્થાનકમાંથી ખસેડી શક્યા, પણ તેનું મન તેના લક્ષ્યબિંદુથી જરા પણ ખર્યું નહોતું. એ જ પિતાને સમજાવવા લાગ્યો. પિતાને વહેમ આવ્યું કે, કદાચ સાધુઓએ ભૂરકી નાખી હશે !
કે
95
નથી)
Education International
nation
For Personal & Private Use Only
www.jainelibrary.org