________________
OUTROS
ગુરુની શોધ માં અભિપ્રાય બંધાઈ ગયે. એમણે આબદાર મતીની પરીક્ષા કરી છે જ લીધી. છેકરાના ઉજજવળ ભવિષ્યની આગાહી આપતી કેટલીક વાતે શિષ્યો સાથે કરવા માંડી.
ધારશી આમાં કંઈ ન સમજે. એને તે એક રઢ લાગી હતી કે સંસારથી વિરક્ત બનવું, મતને જીતવું. અને એની આ વાત સૌને હસાવતી હતી. સ્ટીમર પરથી ઉતર્યા પછી બીડી પીધાને લાંબા સમય થયો હતે. સાધુઓનો પહેલો પરિચય હતો. ધારશીઓ ભેળાભાવે બીડી કાઢીને સળગાવી.
વ્રજપાલજી સ્વામી સહેજ હસ્યા. સંસારના પાપથી તદ્દન અનભિજ્ઞ આ જુવાનને તેમણે નેહભર્યા અવાજે કહ્યું: “ભાઈ! સાધુ થનારને તે બીડી ન પીવાય. એણે તમામ વ્યસનને ત્યાગ કરવો જોઈએ.”
- સાધુ થવા માટે નિર્વ્યસની બનવું જરુરી છે, એટલું જ્ઞાન થતાં ધારશી ત્યાંથી ઉડ્યો. મુંબઈ બંદરથી ખાસ પસંદગી કરીને આણેલી પાંચસો છો બીડીઓનો સ્થાનકની બહાર એટલા પર ઢગલો કર્યો. એકી સાથે પીવાય તેટલી પી લીધી, અને પછી ઢગલાને દીવાસળી ચાંપી. આમાં વ્યસનની હોળી માનતા ધારશીને લાગ્યું કે એણે સાધુતાભણુની પ્રાથમિક ભૂમિકા વટાવી.
વ્રજપાલજી સ્વામીને આ ઋજુપરિણામી જુવાનને માટે આશા બંધાણ. એમણે ધારશીને સાત્વન આપ્યું તેમ જ જણાવ્યું કે “અમારા સંપ્રદાયના કાનૂન મુજબ માતાપિતા કે વાલીની રજા વગર દીક્ષા ન અપાય. હમણું રહેવું હોય તે રહે, અભ્યાસ કર ! તેટલા વખતમાં તારા પિતાની રજા મંગાવ, પછી જોઈશું.”
ધારશીને ખૂબ આનંદ થશે. એ સાધુઓની વચ્ચે રહી અભ્યાસ કરવાની સાથે મુનિધર્મના આચારે શીખવા લાગ્યો.
S
સંક
$
R,
છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org