________________
ની
ના
મૃત્યુના મહેમાં ધારશીની ઊંમર ચૌદ વર્ષની થઈ એટલે તેના પિતાજીની ઈચ્છા તેને વ્યાપાર માટે મુંબઈ મોકલવાની થઈ. કચ્છને પ્રાચીન વ્યાપાર પડી ભાંગ્યો હતો ને કેટલાય સાહસિકોએ પરદેશ ખેડવાની શરુઆત કરી હતી. વહાણવટામાં હવે કસ નહેતે રહ્યા. આવક જાવક ઘટતાં દરેક ધંધા પર મંદી આવી ગઈ હતી. આવી મંદીની અસરમાં મુંબઈબંદરે ઘણું કચ્છીઓનું લક્ષ ખેંચ્યું હતું. કેટલાક તો કેવલ દેરી લોટે લઈને ગયેલા લક્ષાધીશ થયા હતા. અને એ લક્ષાધીશ કચ્છીઓ પણ પિતાના વતનભાઈઓ પર વહાલ વરસાવવું નહતા. ભૂલ્યા વેપાર કરવા મુંબઈ આવનાર કચ્છીને રોટલા અને એટલાથી મુંઝાવાનું તે નહેતું જ. આવી રીતે કેટલાય કચ્છીઓ મુંબઈમાં આવીને જામ્યા હતા.
ધારશીએ લખવા વાંચવા પૂરતું ભણું લીધું હતું. પ્રથમ પિતાજી ગાજર બાંધીને મુંબઈ ગયેલા હવે ધારશીને ત્યાં જવાનું નક્કી થયું. આખરે એક દિવસ વહાલું વતન, વહાલી માતા વગેરેની હુંફ છેડી મુંબઈ જવા એ સ્ટીમરમાં ચઢી બેઠે.
૧૪ વર્ષ સુધી પત્રી જેવા ગામડામાં ઉછરેલા ધારશીને મુંબઈ જઈ એકદમ આશ્ચર્ય થયું હશે ! ધમાલ, ધમાલ ને ધમાલ! જાણે કઈ નગરી જુદ્ધ ચડી ન હોય! વેગ, વેગ, ને વેગ !
છે).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org