________________
: ૨:
વતન ને વંશ
ભલ ઘોડા કાઠી ભલા, પેની હક પહેરવેશ. રાજા જદુવંશરે, એ ડોલરિયો દેશ!
દરતની ઘણી ઘણી અગવડો પામીને વીર બનેલો કચ્છ કદી નકશામાં નિહાળે છે?
અરબી સમુદ્રનાં ઊંડાં જળની સપાટી પર એક વહાણ અગર તુંબડાની જેમ તરતો, એકલ, અચલ હિમાલય જેવો, કચ્છ વાળેલા કેઈ દ્ધા જેવ, ઈલાહિદે ઉભેલ, પાંચલાખની વસ્તીવાળે એ પ્રદેશ નિહાળે છે?
હિંદના પશ્ચિમ કિનારે, કાઠિયાવાડને સામે કાંઠે, અઢાર વીસ માઈલ લાબી ખાડીનાં પાણી ઓળંગી વસતા એ પ્રદેશમાં– જૂ નું જ્ઞાન, જૂની ઢબ ને જૂની પદ્ધતિની ભેળી વીરતાએ વરેલી એ ભૂમિની મટેડીમાં-મર્દો પેદા થાય છે. તેના ફળફૂલ વગરના, ખેર, બેર ને બાવળના કાંટા ઝાંખરાવાળા વૃક્ષ વચ્ચેથી પણ મર્દાનગીના, સાગરસમૃદ્ધિના, દરિયાઈ શૌર્યના, એકવચનીપણાના અને સ્વાર્પણના ગેબી પડઘા પડતા આજે પણ સંભળાય છે. એના બૂઢા માલમ આજે પણ કેઈ તવારીખકારને થંભાવી દે તેવી શૂરાતનની વાત કરે છે. સામાન્ય વાતચીતમાં વચને ચઢી જનાર, એની પાછળ માથા ડુલ કરવાની અસિમતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org