Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
છ કાયના બોલ
૬૩ દશ હજાર વર્ષની, ઉત્કૃષ્ટ ૩૩ સાગરોપમની. દેવના કુળ ૨૬ લાખ ક્રોડ જાણવા.
સિદ્ધશિલાનું વર્ણન તે સર્વાર્થસિદ્ધ વિમાનની ધ્વજા પતાકાથકી ૧૨ જેજન ઉંચે જઈએ. ત્યારે સિદ્ધશિલા આવે. તે ૪૫ લાખ જોજનની લાંબી ને "પહોળી છે. વચ્ચે આઠ જોજન પડી છે. ઉતરતા છેડે માખીની પાંખ કરતાં પાતળી છે, સાફ સોનાના પતરાથી અધિક ઉજળી, ગોક્ષીર સરખી, શંખ, ચંદ્ર, અંતરત્ન, રૂપાના પટ, મોતીના હાર, ક્ષીરસાગરના પાણી થકી પણ ઘણી ઉજળી છે. તે સિદ્ધશિલાનાં બાર નામ. ૧ ઇષત્ ૨ ઈષત્ પ્રાગભાર, ૩ તનુ, ૪ તનુ તનુ, ૫ સિદ્ધિ, ૬ સિદ્ધાલય, ૭ મુક્તિ, ૮ મુક્તાલય, ૯ લોકાગ્ર, ૧૦ લોકસ્તુભિકા, ૧૧ લોકપ્રતિબોધિકા, ૧૨ સર્વ પ્રાણીભૂત જીવસત્વ સૌખ્યાવહિકા, એ બાર નામ. તે સિદ્ધશિલાની ફરતી પરિધિ૧,૪૨,૩૦,૨૪૯ જોજન, એક ગાઉ સતરસો છાસઠ ધનુષ્ય, પોણા છ આંગળ ઝાઝેરી છે. તે સિદ્ધશિલા ઉપર એક જોજન ઉંચે જઈએ, તે એક છેલ્લા જોજનના (માઢેરે, સીડીનાં આકારે) એક ગાઉના છ ભાગ કરીએ તેમાં પાંચ ભાગ હેઠે મૂકીયે, બાકી એક ભાગ રહ્યો, તેમાં સિદ્ધ ભગવંત બિરાજે છે. તે પાંચસે ધનુષ્યના સિદ્ધ થયા હોય તે; ૩૩૩ ધનુષ્ય ને ૩૨ આંગળ ક્ષેત્ર અવગાહીને રહ્યા છે. સાત હાથના સિદ્ધ થયા હોય તે, ચાર હાથને સોળ આંગળ ક્ષેત્ર અવગાહીને રહ્યા છે. બે હાથના સિદ્ધ થયા હોય તે, એક હાથ ને આઠ આંગળ ક્ષેત્ર અવગાહીને રહ્યા છે. તે સિદ્ધ ભગવંત કેવા છે ? અવર્ષે, અગંધે, અરસે, અસ્પર્શ, જન્મ મરણ રહિત, આત્મિક ગુણે કરી સહિત છે. તેવા સિદ્ધ ભગવંતને મારી સમય સમયની વંદણા હો. ઇતિ સિદ્ધશિલાનું વર્ણન.