Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
Fe
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
૧. મિથ્યાત્વીના સામું વારંવાર જોવું તે ૨. મિથ્યાત્વીને પહોંચાડવા જવું તે ૩. કામ વિના તેના મકાન ઉપર જવું તે ૪. વારંવાર તેના મકાન ઉપર જવું તે ૫. એ પાંચ દૂષણ. પાંચ સમકિતના ભૂષણ કહે છે. ધર્મને વિષે ચતુરાઈ રાખે તે ૧, જિનશાસનને અનેક રીતે દિપાવે તે ૨, સાધુની સેવા કરે તે ૩, ધર્મથી ડગતાને સ્થિર કરે તે ૪, સાધુ સ્વધર્મીની વૈયાવચ્ચ કરે તે ૫, એ પાંચ ભૂષણ જાણવા. શરીરમાંહેથી પાંચ ઠેકાણેથી જીવ નીકળે તે કહે છે. પગ ને તળીયેથી નીકળે તે નરકે જાય, ૧. જાંગેથી નીકળે તે તિર્યંચમાં જાય, ૨. છાતીએથી નીકળે તે મનુષ્યમાં જાય ૩. મસ્તકેથી નીકળે તે દેવલોકમાં જાય, ૪. અને સર્વાંગથી નીકળે તે મોક્ષમાં જાય. પાંચ પ્રકારે જીવ ધર્મ ન પામે તે કહે છે. અહંકારી ૧, ક્રોધી ૨, રોગી, ૩, પ્રમાદી ૪ આળસુ ૫, પાંચ નક્ષત્રના પાંચ પાંચ તારા કહ્યા છે તે રોહિણી ૧, પુનર્વસુ ૨, ધનિષ્ઠા, ૩, વિશાખા ૪, હસ્ત ૫, ૬ છઢે બોલે છ પ્રકારે સાધુ આહાર કરે તે કહે છે. ક્ષુધાવેદનીય શમાવવાને માટે, ૧. વૈયાવચ્ચ કરવાને માટે, ૨, ઇર્યાસમિતિ શોધવાને માટે, ૩. સંયમના નિર્વાહને માટે, ૪.આયુષ્ય નિભાવવાને માટે, ૫. રાત્રીએ ધર્મ જાગરણ કરવાને માટે, ૬. છ ધર્મના દેવ ગુરુના નામ કહે છે. જૈન ધર્મમાં દેવ અરિહંત, ગુરૂનિગ્રંથ, ૧. બૌદ્ધ મતમાં દેવ બુદ્ધ, ગુરુ શ્રુંગી, ૨. શીવ મતમાં દેવ રૂદ્ર, ગુરુ યોગી, ૩. દેવી મતમાં દેવી ધર્મ, ગુરુ વૈરાગી, ૪. ન્યાય મતમાં દેવ જગત્ કર્તા, ગુરુ સંન્યાસી, ૫. મીમાંસકમતમાં દેવ અલખ, ગુરુ દરવેશ, ૬. સમકિતની છ જતના કહે છે. અન્યતીર્થીના ગુણગ્રામ ન કરે, ૧. અન્યતીર્થીને માને, વાંદે ને પૂજે નહિ, ૨. અન્યતીર્થીના બોલાવ્યા વિના પોતે બોલે નહિ, ૩. વારંવાર એની સાથે આલાપ સંલાપ કરે નહિ, ૪. અન્યતીર્થીને તરણતારણ માની અન્ન પાણી આપે નહિ, (દયા, બુદ્ધિ, અનુકંપાનો આગાર)