Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૨૭૨
બે.
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
૧૧ તિર્યંચાણીમાં ૨ પદવી લાભે, ૧ સમતિ, ૨ શ્રાવિકા એ
૧૨ સવેદીમાં ૨૨ પદવી લાભે, તે કેવળી નહિ.
૧૩ સ્ત્રી વેદમાં ચાર પદવી લાભે, તે ૧ સ્ત્રીરત્ન, ૨ શ્રાવિકા, ૩ સમકિત, ૪ સાધ્વી એ ચાર.
૧૪ પુરૂષ વેદમાં ૧૪ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન, કેવળી ને સ્ત્રીરત્ન એ નવ નહિ.
૧૫ અવેદીમાં ૪ પદવી લાભે, તે ૧ તીર્થંકર, ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમતિ, એ ચાર.
૧૬ નરક ગતિમાં એક પદવી લાભે, તે સમકિતની.
૧૭ તિર્યંચ ગતિમાં ૧૧ પદવી લાભે, તે સાત એકેંદ્રિય રત્ન ને ૮ ગજ, ૯ અશ્વ, ૧૦ શ્રાવક, ૧૧ સમકિત. એ અગીયાર.
૧૮ મનુષ્ય ગતિમાં ૧૪ પદવી લાભે, તે નવ ઉત્તમ પદવી ને સાત પંચેંદ્રિય રત્નમાંથી ગજ, અશ્વ એ બે વિના ચૌદ. ૧૯ દેવગતિમાં એક પદવી લાભે, તે સમકિતની.
૨૦ આઠ કર્મ વેદકમાં ૨૧ પદવી લાભે, તે તીર્થંકર ને કેવળી એ બે નહિ.
૨૧ સાત કર્મવેદકમાં ૨ પદવી લાભે, તે સાધુ, સમકિત એ બે.
૨૨ ચાર કર્મવૈદકમાં ચાર પદવી લાભે, તે ૧ તીર્થંકર ૨ કેવળી, ૩ સાધુ, ૪ સમકિત એ ચાર.
૨૩ જઘન્ય અવગાહનામાં એક પદવી લાભે, તે સમકિત. ૨૪ મધ્યમ અવગાહનામાં ૨૩ પદવી લાભે.