Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
જ્યોતિષ દેવ
૫૧ ૧૮. સામાનિક દ્વાર - એકેક ઈજને ૪-૪ હજાર સામાનિક દેવો છે.
૧૯. આત્મરક્ષક દ્વાર - એકેક ને ૧૬-૧૬ હજાર આત્મરક્ષક દેવો છે.
૨૦. પરિષદા - ત્રણ ત્રણ છે. આત્યંતર સભામાં ૮૦૦૦ દેવ, મધ્યમ સભામાં ૧૦ હજાર અને બાહ્ય સભામાં ૧૨ હજાર દેવો છે. દેવીઓ ત્રણ સભાની ૧૦૦,૧૦૦,૧૦૦ છે. એમ દરેક ઈદ્રની સભાઓ.
૨૧. અનીકા - એકેક ઇંદ્રને ૭૭ અનીકા છે. પ્રત્યેક અનીકાના ૫ લાખ ૮૦ હજાર દેવતા છે. સાત અનીકા ભવનપતિવત્.
૨૨. દેવી દ્વાર - એકેક ઇન્દ્રની ૪-૪ અગ્રમહિષી છે. એકેક પટ્ટરાણીને ચાર ચાર હજાર દેવીઓનો પરિવાર, એકેક દેવી ૪-૪ હજાર વૈક્રિય રૂપ કરે એટલે ૪૪૪૦૦૦=૧૬૦૦૪૪૦૦૦=૪000000 દેવીરૂપ એકેક ઇન્દ્રને છે.
૨૩. ગતિ દ્વાર - સર્વથી મંદ ગતિ ચંદ્રની, તેથી સૂર્યની શીઘ, તેથી ગ્રહની શીઘ, તેથી નક્ષત્રની શીઘ, અને તેથી તારાની શીવ્ર ગતિ છે.
૨૪. ઋધ્ધિ દ્વાર - સર્વથી થોડી ત્રદ્ધિ તારાની, તેથી ઉત્તરોત્તર મહાદ્ધિ.
૨૫. વૈક્રિય દ્વાર - વૈક્રિય રૂપથી સંપૂર્ણ જંબુદ્વીપ ભર્યો છે. સંખ્યાતા જંબુદ્વીપ ભરવાની શક્તિ ચંદ્ર સૂર્ય, સામાનિક અને દેવીઓમાં પણ છે.
૨૬. અવધિ - તિછ જ ઉ૦ સંખ્યાત દ્વીપ સમુદ્ર, ઊંચે પોતાની ધ્વજા પતાકા સુધી અને નીચે પહેલી નર્ક સુધી જાણે દેખે. છુ-૩૬