Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
ભાષાવાદ
થારૂપે રહે છે
આત્માની ન
૫૮૩ (૫) ભાષા ૨ પ્રકારની છે - પર્યાપ્ત ભાષા (સત્ય, અસત્ય) અને અપર્યાપ્ત ભાષા (મિશ્ર અને વ્યવહાર ભાષા).
(૬) ભાષક - સમુચ્ચય જીવ અને ત્રસના ૧૯ દંડકમાં ભાષા બોલાય છે. ૫ સ્થાવર અને સિદ્ધ ભગવાન અભાષક છે. ભાષક થોડા છે. અભાષક એથી અનંત ગુણા છે.
(૭) ભાષા ૪ પ્રકારે છે - સત્ય, અસત્ય, વ્યવહાર અને મિશ્ર ભાષા. ૧૬ દંડકમાં ચારેય ભાષા. ત્રણ દંડક (વિકલેન્દ્રિય)માં વ્યવહાર ભાષા છે. ૫ સ્થાવરમાં ભાષા નથી.
(૮) સ્થિર – અસ્થિર - જીવ જે પુદ્ગલો ભાષારૂપે રહે છે તે સ્થિર છે યા અસ્થિર ? આત્માની નજીક રહેલા સ્થિર પુગલોને જ ભાષાપણે ગ્રહે છે તે દ્રવ્ય ક્ષેત્ર, કાળ, ભાવ અપેક્ષા ચાર પ્રકારે ગ્રહણ કરે છે.
૧ દ્રવ્યથી અનંતપ્રદેશી દ્રવ્યને ભાષાપણે ગ્રહે છે.
૨ ક્ષેત્રથી અસંખ્યાત આકાશ પ્રદેશ અવગાહે એવા અનંત પ્રદેશી દ્રવ્યને ભાષાપણે ગ્રહે છે.
૩ કાળથી ૧-૨-૩-૪-૫-૬-૭–૮-૯-૧૦ સંખ્યાતા અને અસંખ્યાતા સમયની એમ ૧૨ બોલની સ્થિતિવાળા પુગલોને ભાષાપણે ગ્રહે છે.
૪ ભાવથી ૫ વર્ણ, ૨ ગંધ, ૫ રસ, ૪ સ્પર્શવાળા પુદ્ગલો ભાષાપણે ગ્રહે, તે આ રીતે : - એકેક વર્ણ, એકેક ગંધ, એકેક રસ, એકેક સ્પર્શના અનંતગુણ અધિક અધિકના ૧૩ ભેદ કરવા. એટલે વર્ણના પ૧૩=૪૫, ગંધના ૨૪૧૩=૨૬, રસના ૫x૧૩=૪૫, અને સ્પર્શના ૪૪૧૩=પર બોલ થયા.
- તેમાં દ્રવ્યનો ૧ બોલ, ક્ષેત્રનો ૧ અને કાળના ૧૨ બોલ ઉમેરવાથી ૨૨૨ બોલ થાય. એ ૨૨૨ બોલવાળા પુદ્ગલ દ્રવ્ય
અપેક્ષા . ભાષાપણે