Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૫૮૬ -
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ એ ૧૬ પ્રકાર. સિવાય વિભક્તિ, તદ્ધિત, ધાતુ, પ્રત્યય આદિનો જ્ઞાતા હોય.
(૧૯) શુભ ઇરાદાથી ચાર પ્રકારની ભાષા બોલનાર આરાધક થઈ શકે છે.
. (૨૦) ચાર ભાષાનાં ૪ર નામ છે. સત્ય ભાષાના ૧૦ પ્રકાર. (૧) લોકભાષા સત્ય, (૨) સ્થાપના સત્ય જ ચિત્રાદિને નામે કહેવાતું હોય તે કહેવું), (૩) નામ સત્ય (ગુણ હોય કે ન હોય, જે નામ હોય તે કહેવું) (૪) રૂપ સત્ય તાદશ રૂપ જેવું કહેવું. જેમ હનુમાનજી જેવા રૂપ - પૂતળાને હનુમાન કહે), (૫). અપેક્ષા સત્ય, (૬) સંમત સત્ય, (૭) વ્યવહાર સત્ય, (૮) ભાવ સત્ય, (૯) યોગ સત્ય અને (૧૦) ઉપમા સત્ય.
અસત્ય વચનના ૧૦ પ્રકારઃ - ૧. ક્રોધથી, ૨. માનથી, ૩. માયાથી, ૪. લોભથી, ૫. રાગથી, ૬. દ્વેષથી, ૭. હાસ્યથી, ૮, ભયથી, એ કારણોથી બોલાયેલ ભાષા – આત્મજ્ઞાન ભૂલીને) બોલાયેલ હોવાથી સત્ય છતાં અસત્ય છે. ૯. પરપરિતાપવાળી, ૧૦. પ્રાણાતિપાત (હિંસક) ભાષા, એ ૧૦. પ્રકારની ભાષા અસત્ય છે. - મિશ્ર ભાષા ૧૦ પ્રકાર - આ નગરમાં આટલા માણસ, પેદા થયા, આટલા મૃત્યુ પામ્યા, આજે આટલા જન્મ - મરણ થયા, આ બધા જીવ છે, આ બધા અજીવ છે આમાં અડધા જીવ છે, અડધા અજીવ છે, આ વનસ્પતિ બધી અનંતકાય છે આ બધી પરિતકાય છે. પોરસી દિન આવી ગયો, આટલાં વર્ષ થઈ ગયાં; મતલબ કે જે વાતનો નિશ્ચય ન હોય (ભલે કાર્ય થયું હોય) ત્યાં સુધી મિશ્રભાષા.
વ્યવહાર ભાષાના ૧૨ પ્રકાર - (૧) સંબોધિત ભાષા (હે વીર, હે દેવ છે, (૨) આજ્ઞા દેવી, (૩) યાચના કરવી,