Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૧૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ પીળો, ધોળો, એ રંગના સંયોગોથી અનેક જાતના રંગ બની શકે છે. જેમ - બદામી, કેશરી, તપખીરી, ગુલાબી, ખાખી વગેરે.
૬. ગબ્ધ - સુગન્ધ અને દુર્ગધ (એ બે ગંધવાળા પુદ્ગલો હોય છે.).
૭. રસ - મૂળ રસ પાંચ છે. તીખો, કડવો, કસાયલો, ખાટો, મીઠો અને મીઠું (ખારાશ)ઉમેરવાની ષટુ રસ કહેવાય છે.
૮. સ્પર્શ - આઠ પ્રકારના છે. કર્કશ, મૃદુ, ભારે, હલકો, શીત, ઉષણ, રૂક્ષ, સ્નિગ્ધ.
૯. અગુરુલઘુ • હલકો નહિ કે ભારે પણ નહિ. જેમ પરમાણું પ્રદેશ, મન, ભાષા, કામણ શરીર આદિના પુદ્ગલ.
૧૦. શબ્દ - બે પ્રકારના છે. સુસ્વર અને દુઃસ્વર.
ઇતિ અજીવ પરિણામ સંપૂર્ણ
(૯૮) બાર પ્રકારનાં તપ. શ્રી ઉવવાય સૂરમાં ૧૨ પ્રકારનાં તપનો વિસ્તાર ચાલે છે તે કહે છે.
તપ ૧૨ પ્રકારનાં છે. ૬ બાહ્ય તપ (૧ અનશન, ૨ ઉણોદરી, ૩ વૃત્તિસંક્ષેપ, ૪ રસપરિત્યાગ, ૫ કાયકલેશ, ૬ પ્રતિસંલિનતા) અને ૬ અત્યંતર તપ (૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ વૈયાવચ્ચ, ૪ સ્વાધ્યાય, ૫ બાન, ૬ કાઉસગ્ગ). તેનો વિસ્તાર
૧. અનશનના ૨ ભેદ ઇવરી, તે થોડા કાળનો તપ, ૨ અવકાલિક તે જાવજીવનો તપ. ઇત્વરીક તપના અનેક ભેદ છે.