Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal

View full book text
Previous | Next

Page 654
________________ ચૌભંગી ૩૩ છતાં પણ મૂકે નહીં ૪. ચોથા, કાંટા સરખા, શિખામણ દેનારને પણ સામાં વચન કહી દુખ દે. એ ચાર. ૪. ચાર પ્રકારના કરંડીયા - ૧. રાજનો કરંડીયો તે સમાન તીર્થંકર દેવ. ૨. વ્યવહારીઆનો કરંડીયો તે સમાન ગણધર દેવ, ૩ વેશ્યાનો કરંડીયો તે સમાન અન્ય દર્શની. ૪ ચંડાલનો કરંડીયો તે સમાન જંત્ર - મંત્ર કરનાર સાધુ. ૫. ચાર કષાય કઈ કઈ જગ્યાએ લાભે તે કહે છે - ૧. નારકીમાં ક્રોધ ઘણો. ૨. મનુષ્યમાં માન ઘણું. ૩. તિયચમાં માયા ઘણી. ૪ દેવતામાં લોભ ઘણો. ૬. ચાર જાતના અજીર્ણ - ૧ તપશ્યાનું અજીર્ણ, ક્રોધ ૨ જ્ઞાનનું અજીર્ણ, અભિમાન. ૩ કામનું અજીર્ણ, નિંદાકુથલી ૪ પેટનું અજીર્ણ, અધિક અન્ન ખાય તે. ૭. ચાર પ્રકારનાં ઝાડ પરિવાર સહિત - ૧ એક શાલીનું ઝાડ અને શાલીનો પરિવાર, તે આદિનાથ અને ભરત ચક્રવર્તીની પેરે. ૨ એક શાલીનું ઝાડ અને એરંડાનો પરિવાર, તે ગર્ગાચાર્યના શિષ્યની પેરે. ૩ એરંડાનું ઝાડ અને શાલીનો પરિવાર, તે હંગાલમર્દન આચાર્યના શિષ્યની પેરે. ૪ એક એરંડાનું ઝાડ અને એરંડાનો પરિવાર, તે કાળસૂર્યા કસાઈ અને તેના પરિવારની પેરે. . . . ૮. ચાર પ્રકારના મેઘ - ૧. એક મેઘ ગાજે પણ વરસે નહીં ૨. એક મેઘ વરસે પણ ગાજે નહીં. ૩. એક મેઘ ગાજે અને વરસે ૪. એક મેઘ ગાજે નહીં વરસે પણ નહીં તે ઠાલાં વાદળાં. એ દેષ્ટાંતે ચાર ચાર પ્રકારના પુરૂષ કહ્યા તે કહે છે - ૧ પુરૂષ અભિમાન કરે, પણ દાન કરે નહીં ૨ એક પુરૂષ દાન આપે, પણ અભિમાન પણ કરે નહીં ૩ એક પુરૂષ દાન પણ આપે અને મહીનો પરિવાર અને ઝાડ

Loading...

Page Navigation
1 ... 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664