Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal

View full book text
Previous | Next

Page 653
________________ શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ | (ચૌભંગી) (શ્રી ઠાણાંગ સૂત્રમાં ચોથે ઠાણે) ૧. ચાર પ્રકારના ઘડા - ૧. અમૃતનો ઘડો અમૃતનું ઢાંકણું. ૨. અમૃતનો ઘડો વિષનું ઢાંકણું. ૩. વિષનો ઘડોને અમૃતનું ઢાંકણું. ૪. વિષનો ઘડો ને વિષનું ઢાંકણું. એ ઘડાના દષ્ટાંતે ચાર પ્રકારના પુરુષ છે, તે કહે છે - ૧. એક પુરૂષ, મનમાં નિર્મળો ને મોઢે પણ મધુરી ભાષા બોલે, ૨. એક પુરૂષ મનનો મેલો અને મોઢાનો મીઠો. ૩. એક મોઢે કડવા બોલો. મનમાં મીઠો. ૪ એક મોઢે કડવા બોલો ને મનમાં મેલો. ૨. ચાર જાતનાં ફૂલ - ૧. ફૂલ, સુંગધ કરીને સહિત અને રૂપે કરીને પણ સહિત ચંપા, ગુલાબનું ફૂલ. ૨. એક ફૂલ સુગંધ સહિત છે પણ રૂપ નહીં, તે બોરસલી, પોયણનું ફૂલ. ૩. એક ફૂલ, રૂપ સહિત છે, પણ સુગંધ નથી, તે આવળનું ફૂલ ૪. એક ફૂલને રૂપ નથી અને સુગંધ નથી, તે આકડા ધતુરાનું ફૂલ. એ દષ્ટાંતે ચાર પ્રકારના પુરૂષ છે. તે કહે છે - એક પુરૂષ, રૂપ સહિત છે, પણ શીલ સહિત નથી. બ્રહ્મદત ચક્રવર્તીની પેરે. ૨. એક પુરૂષ શીલ સહિત છે, પણ રૂપ નથી, તે હરીકેશી અણગારની પેરે. ૩. એક પુરૂષ રૂપવંત છે અને શીલવંત પણ છે, તે ભરત રાજાની પેરે. ૪ એક પુરૂષને રૂપ નથી અને શીલ એટલે ભલો આચાર પણ નથી, તે કાળસુર્યા કસાઈની પેરે. ૩. ચાર પ્રકારના શ્રાવક - ૧ સાધુને, માતા-પિતા સમાન ૨ ભાઈબંધ સમાન ૩ ભાઈ સમાન ૪ શોકય સમાન. ૪ પ્રકારના શ્રાવક - ૧ અરીસા સરખા શ્રાવક તે, સાધુ જેવું સિદ્ધાંત કહી સંભળાવે તેવું પાછું ફરી કહી બતાવે. ૨ બીજા, ધ્વજા સરખા, તે વિચિત્ર દેશના સાંભળી મન આવું પાછું થઈ જાય. ૩ ત્રીજા, સૂંઠ, થાંભલા સરખા તે લીધી વાત ખોટી ઠરે,

Loading...

Page Navigation
1 ... 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664