Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal

View full book text
Previous | Next

Page 661
________________ ૪૦ શ્રી બૃહદ્ જેને થોક સંગ્રહ ૩૭. ચાર પ્રકારના આચાર્ય • ૧. અંદરના સહ અને બહારનો પણ પરિષહ સહે તે દેશથી અને સર્વથી આરાધક. ૨. એક અંદરનો પરિષહ જીતે અને બહારનો પરિષહ ન જીતે તે દેશથકી વિરાધક અને સર્વથકી આરાધક. ૩. એક બહારનો પરિષહ જીતે અને અંદરનો પરિષહ ન જીતે તે દેશથકી આરાધક અને સર્વથકી વિરાધક. ૪. એક અંદરનો પરિષહ જીતે નહીં અને બહારનો પરિષહ પણ જીતે નહિ તે દેશથકી અને સર્વથકી વિરાધક. ૩૮. ચાર પ્રકારના ચપળ - ૧. સ્થાનક ચપળ, તે જ્યાં ત્યાં બેસતો ફરે. ૨. ગતિ ચપળ, તે ઊંટની માફક ચાલતો ફરે. ૩. ભાષા ચપળ, તે જેમ તેમ બોલ બોલ કરે. ૪. ભાવ ચપળ, તે એક કામ કરતાં અધુરૂં મૂકી બીજું કામ ઉપાડે. એ ચાર પ્રકારના ચપળ, જ્ઞાન ન પામે. ૩૯. ચાર પ્રકારના થોડા પુરૂષ - ૧. પર દુઃખે દુઃખિયા થોડા. ૨. પર ઉપકારી થોડા. ૩. ગુણગ્રાહી થોડા. ૪. ગરીબ સાથે સ્નેહ રાખે તેવા થોડા. ૪૦. ચાર દિશાઓમાં ચાર પુરૂષ : ૧. પૂર્વ દિશામાં ભોગી ઘણા. ૨. પશ્ચિમ દિશામાં શોગી થાણા. ૩. ઉત્તર દિશામાં જેગી ઘણા. ૪. દક્ષિણ દિશામાં રોગી ઘણા. ૪૧. ચાર પ્રકારનાં ગળણાં • ૧. ધરતીનું ગળણું, ઇર્યાસમિતિ. ૨. મતિનું ગળણું, શુભધ્યાન. ૩. વચનનું ગળણું, નિર્વધ ભાષા. ૪. પાણીનું ગળણું, જાડું લૂગડું. ૪૨. ચાર પ્રકારના સાધુ - ૧.એક પોતાનું ભરણપોષણ કરે, બીજાનું ન કરે તે જિનકલ્પી. ૨. એક પોતાનું ન કરે ને પરનું કરે, તે પર ઉપકારી સાધુ. ૩. એક પોતાનું કરે અને પરનું કરે, તે સામાન્ય સાધુ. ૪. એક પોતાનું ન કરે અને બીજાનું પણ

Loading...

Page Navigation
1 ... 659 660 661 662 663 664