Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૬૧૭
રોહા મુનિના પ્રશ્નોત્તર પછી થયાનું કેમ કહેવાય ? લોક અને અલોક બંને અનાદિ અનંત છે. કારણકે આકાશ શાશ્વત છે અને આકાશ સાથે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને કાળ, એ પાંચે દ્રવ્યો શાશ્વત છે. એ દ્રવ્યો જેટલા આકાશમાં રહે છે, તે લોક છે. બાકીના આકાશને અલોક કહ્યો છે દ્રવ્યાપેક્ષા એ બધા નિત્ય છે. પર્યાયાપેક્ષા અનિત્ય છે માટેજ અનાદિ અનંત શાશ્વત, લોક અલોકનો બનાવનાર કોઈ નથી.
પ્ર૦ - હે ભગવાન્ ! જીવ પહેલાં થયા કે અજીવ ?
ઉ0 જીવ અને અજીવ બંને શાશ્વત પદાર્થ છે. બંને અનાદિ કાળથી છે. જે જીવ પહેલાં માનીએ તો આકાશ વિના તે રહે કયાં ? ધર્માસ્તિકાય વિના ચાલે કેમ ? અધર્માસ્તિકાય વિના સ્થિર કેમ થાય ? પુદ્ગલાસ્તિકાય વિના કર્મકાર્ય કેમ ? જો અજીવ પહેલાં હોય તો જીવ વિના ઉપકાર કોનો કરે ? કોના ઉપયોગમાં આવે? માટે એમાં પહેલાં પછી - પણું નથી.
પ્ર0 - હે ભગવાન્ ! પહેલાં કૂકડી થઈ કે ઇંડું? ઉ૦ કૂકડી ને ઠંડુ બન્ને શાશ્વત છે અનાદિ કાળથી છે. પ્ર0 - હે પૂજ્ય ! પહેલાં લોકાન્ત કે અલોકાન્ત ? ઉ૦ – બન્ને શાશ્વત છે, અનાદિ કાળથી છે.
એવીજ રીતે નીચેના પ્રશ્નોના ઉત્તરમાં પણ શાશ્વત અને અનાદિથી સમજવું. ૧ લોકાત્ત અને સાતમી નરકનો આકાશાંત, ૨ સાતમી નરકનો આકાશાંત અને સાતમી નરકનોતનવાયુ, ૩ , , તનવાયુ , , , - ધનવાયુ, ૪ , , ધનવાયુ , , , ઘનોદધિ,