Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal

View full book text
Previous | Next

Page 640
________________ ૬૧૯ રોહા મુનિના પ્રશ્નોત્તર કારણ ઈશ્વર કમરહિત, નિષ્ક્રિય, અમૂર્તિ, સચ્ચિદાનંદ, સ્વગુણ (જ્ઞાનદર્શન) યુક્ત છે. જો ઈશ્વર કુંભાર માફક જગતને ઘડવા બેસે તો તેનું ઈશ્વરત્વ જ ન રહે. જગતમાં બે પ્રકારના પદાર્થો છે : - શાશ્વતા અને કૃત્રિમ. શાશ્વતાના કોઈ કર્તા નથી અને કૃત્રિમ ચીજો કર્મ સહિત સંસારી જીવો બનાવે છે. સંસારી જીવ કર્મ સહિત છે, તે કર્મજન્ય સુખ દુઃખ ભોગવે છે, તદાનુસાર ક્રિયા કરે છે, અને તે જીવ જ્યારે તપ સંયમથી શુભાશુભ કર્મોનો નાશ કરશે ત્યારે ઈશ્વરરૂપ થશે. રોહા મુનિ આ પ્રશ્નોત્તરોથી સંતુષ્ટ થઈ જ્ઞાન ધ્યાનમાં લીન થયા. એટલામાં ગૌતમ સ્વામીએ પ્રભુ સાથે નીચે મુજબ પ્રશ્નોત્તર કર્યા. પ્ર૦ - હે ભગવાન્ ! લોકસ્થિતિ કેટલા પ્રકારની છે? ઉ૦ - આઠ પ્રકારની છે. (૧) આકાશના આધારે તનવાયુ અને તનવાયુને આધારે ઘનવાયુ છે. (૨) વાયુના આધારે પાણી (ઘનોદધિ) છે. (૩) પાણીના આધારે પૃથ્વી (નર્કના પૃથ્વીપિંડ) છે. (૪) પૃથ્વીના આધારે ત્રસ સ્થાવર જીવી રહેલ છે. (૫) અજીવ - જીવોનો સંગ્રહ (ઉપચરિત નયાપેક્ષા શરીરાદિ અજીવ જીવોનો સંગ્રહ સમજવો) (૬) જીવે કર્મોનો સંગ્રહ કરી રાખ્યો છે. (૭) અજીવનો સંગ્રહ જીવ કરે છે અર્થાત્ જીવ ભાષા - મનપણે પુદ્ગલોનો સંગ્રહ કરે છે. (૮) જીવ કર્મોનો સંગ્રહ કરે છે. પ્ર૦ – હે પ્રભુ ? એ લોકસ્થિતિ કેવા પ્રકારે છે? ઉ૦ - હે ગૌતમ ! જેમ ચામડાની મસકમાં વાયુ ભરીને મોટું પાકા દોરાથી બાંધે પછી મધ્ય ભાગે પાકા દોરાથી બંધ લે પછી નીચલો ભાગ વાયુથી ભરેલો રહેવા દઈ ઉપરના વાયુને કાઢીને બદલે પાણી ભરી મોઢું પાકી રીતે બાંધી દે. પછી વચલો બંધ છોડી નાંખે તો પાણી ઉપર હતું ત્યાંજ વાયુના આધારે અદ્ધર

Loading...

Page Navigation
1 ... 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664