Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
૩. સ્યાદ અસ્તિ નાસ્તિ - સિદ્ધોમાં સ્વગુણોની અસ્તિ અને પરગુણોની નાસ્તિ છે.
૫૮૨
૪. સ્યાદ વકર્ત્ય – અસ્તિ - નાસ્તિ યુગપત્ છે છતાં એક સમયમાં કહી શકાતી નથી.
૫. સ્યાદસ્તિ અવકતવ્ય - સ્વગુણોની અસ્તિ છે છતાં ૧ એક સમયમાં કહી શકાતાં નથી.
૬. સ્યાદનાસ્તિ વકતવ્ય - પરગુણોની નાસ્તિ છે અને એક સમયમાં કહી શકાતાં નથી.
-
૭. સ્યાત અસ્તિ નાસ્તિ અવકતવ્ય - અસ્તિ – નાસ્તિ બંને છે. પણ એક સમયમાં કહી નથી શકાતા.
એ સ્યાદ્વાદ સ્વરૂપ સમજીને સદા સમભાવી બનીને રહેવું જેથી આત્મકલ્યાણ થાય.
ઇતિ પ્રમાણ નય વિસ્તાર સંપૂર્ણ. (૮૩) ભાષાપદ.
શ્રી પત્રવણા સૂત્રના ૧૧ મા પદનો અધિકાર.
(૧) ભાષા જીવને જ હોય છે, અજીવને નથી હોતી, કોઈ પ્રયોગવશ અજીવમાંથી ભાષા નીકળતી સંભળાય છે તે પણ જીવની સત્તા છે.
-
(૨) ભાષાની ઉત્પતિ - ઔદારિક, વૈક્રિય અને આહારક, એ ત્રણ શરીર દ્વારા જ છે.
(૩) ભાષાનું સંસ્થાન - વજ્ર જેવું છે. ભાષાના પુદ્ગલો વજસંસ્થાનવાળાં છે.
(૪) ભાષાનાં પુદ્ગલો ઉત્કૃષ્ટ, લોકના છેડા (લોકાંત) સુધી
જાય છે.