Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૫૭૦
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
શીલાક પાલામાં નાંખે. ફરીથી તે દ્વીપ કે સમુદ્રના વિસ્તાર જેવડો (ઊંડાઈ, જગતી ઉપરવ) બનાવીને સરસવથી ભરી આગળ ને આગળ એકેક દ્વીપ એકેક સમુદ્રમાં એકેક દાણો નાંખીને શીલાકને ભરે. જ્યારે શીલાક પૂરો ભરાય ત્યારે તેને ઉપાડીને અંતિમ (બાકી મૂકેલ) દ્વીપ કે સમુદ્રથી આગળ એકેક દાણો નાંખતા, નાંખતા ખાલી કરે, અને એક દાણો પ્રતિશીલાક પાલામાં નાંખે. એમ આગળ ને આગળના દ્વીપસમુદ્ર ને અનવસ્થિત પાલો બનાવતાં એકેક દાણાથી શીલાકને ભરવો, શીલાના એકેક દાણાથી પ્રતિશીલાકને ભરવો. પછી પ્રતિશીલાકને ખાલી કરતા એકેક દાણાથી મહાશીલાકને ભરવો. આવી રીતે માશીલાક ભરાઈ રહે, પછી પ્રતિશીલાને ભરવો. પછી શીલાક અને અનવસ્થિતને ભરી મૂકવો.
આવી રીતે ચારે પાલા ભર્યા છે. છેલ્લો દાણો જે દ્વીપ કે સમુદ્રમાં પડયો હતો ત્યાંથી પ્રથમ દ્વીપ સુધી પડેલા બધા દાણાને એકઠા કરવા તેમાં ચારેય પાલાના દાણા મેળવીને એક ઢગલો કરવો. તેમાંથી ૧ દાણો કાઢી લે તે ઉત્કૃષ્ટ સંખ્યાતા. કાઢેલો ૧ દાણો નાંખી દે તે જઘન્ય પ્રત્યેક અસંખ્યાતા કહેવા. એ દાણાની સંખ્યાને પરસ્પર ગુણે (અભ્યાસ કરે)* અને જે સંખ્યા થાય તેને જઘન્ય યુક્તા અસંખ્યાતા કહેવા. તેમાંથી ૧ દાણો ન્યૂન તે ઉ૦ પ્ર૦ અસંખ્યાતા, બે દાણા ન્યૂન તે મધ્યમ પ્ર૦ અસંખ્યાતા, (૧ આવલિકાના સમય ૪૦ યુક્તા અસંખ્યાતા જાણવા).
જઘન્ય યુક્તા અસંખ્યાતાની રાશિ (ઢગલા) ને પરસ્પર ગુણતાં આવે તે જ૦ અસંખ્યાતા, અસંખ્યાત જાણવા. તેમાંથી ૧ ન્યૂન તે ઉ૦ યુ કતા અસંખ્યાતા. બે ઓછા તે મળ યુક્તા અસંખ્યાતા જાણવા.
* તેને તે જ રકમને તેટલી વાર ગુણવી તેનું નામ અભ્યાસ. ગુણાકાર તે એક વખત કરે જેમ કે ૧૦×૧૦ અને અભ્યાસ એટલે એક સંખ્યાને એજ સંખ્યાથી એટલી જ વખત ગુણવી જેમ કે ૧૦×૧૦×૧૦×૧૦×૧૦×૧૦૪
૧૦×૧૦×૧૦×૧૦