Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
વૈમાનિક દેવ
૫૩ ૧. નામ દ્વાર - ૧૨ દેવલોક (સૌધર્મ, ઇશાન, સનત કુમાર, માહેન્દ્ર, બહ્મલોક, લાંતક, મહાશુક્ર, સહસ્ત્રાર; આણત, પ્રાણત, આરણ, અય્યત), ૯ શૈવેયક (ભ, સુભદ્દે, સુજાએ, સુમાણસે, સુદર્શને, પ્રિયદેસણે, આમોહે, સુપ્રતિબદ્ધ અને યશોધરે), ૫ અનુત્તર વિમાન (વિજય, વિજયંત, યંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ), પાંચમા દેવલોકમાં ત્રીજા પરતરમાં નવ લોકાંતિક દેવો છે અને ૩ કિલ્વિષી મળી કુલ ૩૮ જાતના વૈમાનિક દેવો છે.
૨. વાસા દ્વાર - જ્યોતિષી દેવોથી અસંખ્ય ક્રોડા ક્રોડી યો૦ ઊંચે વૈમાનિક દેવોનો નિવાસ છે. રાજધાનીઓ અને પ-૫ સભાઓ પોતાના દેવલોકમાં જ છે. શક્રેન્દ્ર ઈશાનેન્દ્રના મહેલો, તેમના લોકપાલ અને દેવીઓની રાજધાનીઓ તિછલોકમાં પણ છે.
૩. સંડાણ દ્વાર - ૧, ૨, ૩, ૪, અને ૯, ૧૦, ૧૧, ૧૨, એ ૮ દેવલોક અર્ધ ચંદ્રકાર છે. ૫, ૬, ૭, ૮ દેવલોક અને ૯ નૈવેયક પૂર્ણ ચંદ્રાકાર છે. ચાર અનુત્તર વિમાન ત્રિકોણ ચારે તરફ છે. અને વચ્ચે સર્વાર્થસિદ્ધ ગોળ ચંદ્રાકાર છે.
૪. આધાર કાર • વિમાન અને પૃથ્વીપિંડ રત્નમય છે. ૧-૨ દેવ૦ ઘનોદધિના આધારે છે. ૩-૪-૫ દેવ૦ ઘનવાયુને આધારે છે. ૬-૭-૮ દેવ૦ ઘનોદધિ, ઘનવાયુને આધારે. શેષ વિમાનો આકાશને આધારે છે.
૫. પૃથ્વીપિંડ, દ વિમાન ઊંચાઈ, ૭ વિમાન અને પરતર, ૮ વર્ણ ધાર : .