Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
ત્રણ જાગરણ
૪૦૫ બચાવવો તે, ૫. વહેવાર દયા, તે જેવી શ્રાવકને દયા પાળવાની કહી છે તે સાચવે તે, ઘરનાં અનેક કામકાજ કરતાં જતના રાખવી તે. ૬. નિશ્ચય દયા, તે આપણા આત્માને કર્મબંધથી છોડાવવો; તેનો ખુલાસો એ છે કે પુદ્ગલ પરવસ્તુ છે. તેના ઉપરથી મમતા ઉતારીને, તેનો પરિચય છાંડીને, આપણા આત્માના ગુણમાં રમણ કરવું, જીવનું કર્મરહિત શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરવું, તે નિશ્ચય દયા, ચૌદમા ગુણસ્થાનકને અંતે સંપૂર્ણ લાભે. ૭. સ્વરૂપ દયા, તે કોઈ જીવને મારવાને ભાવે, પહેલાં તે જીવને સારી રીતે ખવરાવે અને શરીરે માતો કરે, સાર સંભાળ લે, એ દયા ઉપરથી દેખાવ માત્ર છે, પરંતુ પાછળથી તે જીવને મારવાના પરિણામ છે, તે ઉત્તરાધ્યયન સૂત્રના સાતમા અધ્યયને બોકડાના અધિકારથી સમજવું. ૮ અનુબંધ દયા, તે જીવને ત્રાસ પમાડે પણ અંતરથી તેને શાતા દેવાનો કામી છે. તે, જેમકે માતા પુત્રને રોગ મટાડવાને અર્થે કડવું ઔષધ પાય પણ અંતરથી તેનું ભલું ઇચ્છે છે, તથા જેમ પિતા પુત્રને ભલી શિખામણ આપવા માટે ઉપરથી તર્જના કરે, મારે. પણ અંતરથી તેના ગુણ વધારવા માટે ભલું ઇચ્છે છે.
ચોથો સ્વભાવ ધર્મ : - તે જે વસ્તુ જીવ અથવા અજીવ તેની જે પ્રણતિ છે, તેના બે ભેદ : - તેમાં એક શુદ્ધ સ્વભાવથી અને બીજો કર્મના સંજોગથી અશુદ્ધ પ્રણતિ છે તે જીવને વિષય કષાયના સંજોગથી વિભાવના થાય છે. હવે જીવ અને પુદ્ગલને વિભાવ છે. તેને દૂર કરીને જીવ આપણા જ્ઞાનાદિક ગુણમાં રમણ કરે, તે સ્વભાવ ધર્મ અને પુદ્ગલનો એક વર્ણ, એક ગંધ, એક રસ, બે સ્પર્શમાં રમણ થાય તે પુદ્ગલનો શુદ્ધ સ્વભાવ ધર્મ જાણવો. એ સિવાય બીજા ચાર દ્રવ્યમાં સ્વભાવ ધર્મ છે, પણ વિભાવ ધર્મ નથી, તે ચલણ ગુણ, સ્થિર ગુણ, અવકાશ ગુણ, વર્તના ગુણ, તે પોતપોતાના સ્વભાવને છોડતા નથી તે માટે શુદ્ધ સ્વભાવ ધર્મ છે. એ ચાર પ્રકારની ધર્મ જાગરિકા કહી.