Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
આહારના ૧૦૬ દોષ
૫૨૯
(પ) પહેલાં નિરસ આહાર પૂરતો આવ્યો હોય, ફરીથી સરસ આહાર માટે નિમંત્રણા થાય ત્યારે રસલોલુપતાથી સરસ આહાર લઈ લે તો.
શ્રી ઉત્તરાધ્યયન સનમાં બતાવેલા ૨ દોષ -
(૧) અન્ય કૂળમાંથી ગોચરી ન કરતાં પોતાના સ્વજન સંબંધીઓને ત્યાંથી જ ગોચરી કરે તે.
(૨) વિના કારણ આહાર લે નહિ અને વિના કારણ આહાર ત્યાગે નહિ. •
છ કારણે આહારલે - છ કારણથી આહાર છોડે સુધાવેદની સહન ન થાય તો રોગાદિ થવાથી. આચાર્યાદિની, વૈયાવચ્ચ હેતુથી. ઉપસર્ગ આવવાથી. ઇર્યા શોધવા માટે.
બ્રહ્મચર્ય ન પળાય તો. સંયમ નિર્વાહ માટે.
જીવોની રક્ષા માટે. જીવોની રક્ષા કરવા નિમિત્તે તપશ્ચર્યા માટે. ધર્મ કથાદિ કરવા માટે. અનશન (સંથારો) કરવા માટે. શ્રી દશવૈકાલિક સૂત્રમાં બતાવેલા ૨૩ દોષ (૧) નીચા દરવાજામાં થઈ જવાતું હોય ત્યાં ગોચરી કરવાથી. (૨) અંધારું પડતું હોય એવું ઠેકાણે ,, , , , (૩) ગૃહસ્થોનાં દ્વાર પર (ખડકી આગળ) બેઠેલ બકરા બકરી (૪) બચ્ચાં બચ્ચી (૫) કુતરા. (૬) વાછડી આદિને ઓળંગી
(ટપી) ને જાય તો. (૭) અન્ય કોઈ પ્રાણીને ઓળંગી (ટપી) ને જાય તો.
-૩૪