Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
વ્યવહાર સમકિતના ૬૭ બોલ
૪૨૯ કરે. (૯) સંઘનો વિનય કરે. (૧૦) સંભોગીનો વિનય કરે, એ દશનો બહુ માનપૂર્વક વિનય કરે. જૈનશાસનમાં વિનય મૂલ ધર્મ કહેવાય છે. વિનય કરવાથી અનેક સગુણોની પ્રાપ્તિ થાય છે.
(૪) શુદ્ધતાના ત્રણ ભેદ - (૧) મન શુદ્ધતા - મનથી અરિહંત દેવ કે જે ૩૪ અતિશય, ૩૫ વાણી, ૮ મહા પ્રતિહાર્ય સહિત, ૧૮ દૂષણ રહિત, ૧૨ ગુણ સહિત, એવા જે દેવ તેજ અમર દેવ છે, તેજ સાચા દેવ છે. એના સિવાય હજારો કષ્ટ પડે તો પણ બીજા સરાગી દેવોને મનથી પણ સ્મરણ ન કરે. (૨) વચન શુદ્ધતા - વચનથી ગુણકીર્તન અરિહંતના કરે, એ સિવાય બીજા સરાગી દેવોના ન કરે. (૩) કાયા શુદ્ધતા - કાયાથી અરિહંત સિવાય બીજા સરાગી દેવોને નમસ્કાર ન કરે.
(૫) લક્ષણના પાંચ ભેદ - (૧) સમ - શત્રુ મિત્ર ઉપર સમભાવ રાખવો. (૨) સંવેગ - વૈરાગ્ય ભાવ રાખવો અને સંસાર અસાર છે. વિષય અને કષાયથી અનંતકાલ ભવ ભ્રમણ કરે છે, તો આ ભવમાં સારી સામગ્રી મળી છે, તો ધર્મને આરાધવો, ઇત્યાદિ વિચાર કરવો. (૩) નિર્વેદ - શરીર અથવા સંસારના અનિત્યપણાનું ચિંતવન કરવું. બને ત્યાંસુધી આ મોહમય જગતથી અલગ રહેવું અથવા જગતારક જીનરાજની દીક્ષા લઈ કર્મ શત્રુઓને જીતીને સિદ્ધ પદને પ્રાપ્ત કરવાની હંમેશાં અભિલાષા (ભાવના) રાખવી. (૪) અનુકંપા – પોતાની તથા પરના આત્માની અનુકંપા કરવી અથવા દુ:ખી જીવોને સુખી કરવા. (૫) આસ્થા - ત્રિલોક પૂજનીક શ્રી વીતરાગ દેવનાં વચનો ઉપર દઢ શ્રદ્ધા રાખવી ને હિતાહિતનો વિચાર કરવો અથવા અસ્તિત્વ ભાવમાં રમણતા કરવી એજ વ્યવહાર સમક્તિનું લક્ષણ છે. તો જે વાતની અધુરાશ હોય તેને પૂરી કરવી.