Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
નિયંઠા
૫૦૧ આદિની આશાતના કરે તો તેની સેના આદિને ચકચૂર કરવા માટે લબ્ધિનો પ્રયોગ કરે તે. ૨ ચારિત્ર પુલાક-તેના ૫ ભેદ. જ્ઞાનપુલાક, દર્શન પુલાક, ચારિત્ર પુલાક, લિંગપુલાક (અકારણ લિંગ-વેશ બદલે) અને અહાસુહુમ પુલાક (મનથી પણ અકલ્પનીક વસ્તુ ભોગવવા ઇચ્છે.)
(૨) બકુશ - ખળામાં પડેલી શાળવતા. તેના ૫ ભેદ. ૧. આભોગ (જાણીને દોષ લગાડે), ૨ અણાભોગ (અજાણતાં દોષ લાગે), ૩ સંવડા (છાના દોષ લગાડે), ૪ અસંવડા (પ્રગટ દોષ લગાડે), ૫ અહાસુહુમ (યથાસૂક્ષ્મ) (હાથ, હોં ધોવે, આંખ આંજે. ઈ.)
(૩) પડિસેવણા કુશીલ=શાળના ઉપસેલા ખળા જેવા. તેના ૫ ભેદ. ૧ જ્ઞાન, ૨ દર્શન, ૩ ચારિત્ર-માં અતિચાર લગાડે, ૪ લિંગ પલટાવે, ૫ તપ કરીને દેવાદિની પદવી વાંછે.
(૪) કષાયકુશીલ=ફોતરાંવાળી - ક્યા વિનાની શાળ જેવા, તેના ૫ ભેદ, જ્ઞાન દર્શન ચારિત્ર-માં કષાય કરે, કષાય કરીને લિંગ બદલે, તપ કરીને કષાય કરે.
(૫) નિગ્રન્થ-ફોતરાં કાઢેલીઃખાંડેલી શાળ જેવા. તેના ૫ ભેદ, ૧ પ્રથમ સમય નિર્ઝન્થ (દશમે ગુણ૦થી ૧૧ કે ૧૨ ગુણ૦ પર ચડતા પ્રથમ સમયના), ૨ અપ્રથમ સમય નિગ્રંથ (૧૧-૧૨ ગુણ૦માં એક સમયથી વધુ થયું હોય), ૩ ચરમ સમય (૧ સમયનું છvસ્થપણું જેને બાકી હોય), ૪ અચરમ સમય (એક સમયથી વધુ સમય જેને છપ્રસ્થપણું બાકી હોય) અને ૫ અહાસુહમ્મ નિર્ગસ્થ (સામાન્ય પ્રકારે વર્તે.).
(૬) સ્નાતક-શુદ્ધ, અખંડ, સુગંધી, ચોખા જેવા તેના ૫ ભેદ-૧ અચ્છવી (યોગનિરોધ), ૨ અસબલે (સબલા દોષ રહિત) ૩ અકર્મો (ઘાતી કર્મરહિત), ૪ સંશુદ્ધ (કવળી) અને ૫ અપરિસ્સવી (અબંધક).