Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૪૫૯
ખેડા જોયણ
મહાવિદેહ, (૨) પશ્ચિમ મહાવિદેહ, (૩) દેવકુરુ અને (૪) ઉત્તરકુરુ એમ ૧૦ થાય છે.
જગતિ (કોટ) ૮ જોજન ઉંચો છે અને પહોળો મૂળમાં ૧૨, મધ્યમાં આઠ અને ઉપર ૪ યોજનાનો પહોળો છે. બધો વજ રત્નમય છે. જગતિની એક બાજુ ઝરૂખાની લાઈન છે. તે
ગા યોજન ઊંચી, ૫૦૦ ધનુષ્ય પહોળી છે. કોષીશા અને કાંગરા રત્નમય છે.
જગતિ ઉપર મધ્યમાં પદ્મવર વેદિકા છે. તે વા યોજના ઊંચી ૫૦૦ ધનુષ્ય પહોળી છે. બન્ને બાજુ નીલા પન્નાના સ્તંભ અને તે ઉપર સુંદર પુતળીઓ અને મોતીની માળાઓ છે. મધ્ય ભાગમાં પદ્મવર વેદિકાઓને લીધે બે વિભાગ થયેલ છે. (૧) અંદરના વિભાગમાં અનેક જાતના વૃક્ષવાળું વનખંડ છે. તેમાં ૫ વર્ણનું રત્નમય તૃણ છે. વાયુના સંચારે તેમાં ૬ રાગ ને ૩૬ રાગણી નીકળે છે. તેમાં બીજી વાવો અને પર્વતો છે. અનેક આસનો છે. ત્યાં વ્યંતર દેવદેવીઓ ક્રિીડા કરે છે. (૨) બહારના વિભાગમાં તૃણ નથી. બાકીની રચના અંદરના વિભાગ જેવી છે.
મેરૂ પર્વતથી ચારે દિશામાં ૪૫-૪૫ હજાર યોજન પર ચાર દરવાજા છે. પૂર્વે વિજય, દક્ષિણે વિજયંત, પશ્ચિમે જયંત અને ઉત્તરે અપરાજિત નામે છે. દરેક દરવાજો ૮ યોજન ઉંચો, ૪ યોજન પહોળો છે. દરવાજા ઉપર નવભૂમિ અને સફેદ ઘુમ્મટ, છત્ર, ચામર, ધ્વજા અને ૮-૮ મંગલીક છે. દરવાજાની બંને તરફ બબ્બે ચોતરા છે. તેની ઉપર પ્રાસાદ, તોરણ, ચંદનકળશ, ઝારી, થાળ, ધૂપકડછા અને મનોહર પુતળીઓથી શોભે છે.
ક્ષેત્રોનો વિસ્તાર (૧) ભરત ક્ષેત્ર - મેરુની દક્ષિણે અર્ધચંદ્રાકારે છે. મધ્યમાં વૈતાઢય પર્વત આવવાથી ભારતના બે ભાગ થયા છે.