Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૪૯૨
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ આહારક અને કેવળી સમુઘાત. એ સાત સમુ૦ ને ૨૪ દંડક ઉપર ઉતારે છે.
સમુચ્ચય જીવોમાં ૭ સમુ0, નારકીમાં ૪ સમુદ્ર પ્રથમની, દેવતાના ૧૩ દંડકમાં ૫ સમુ0 પ્રથમની, વાયુમાં ૪ સમુદ્ર પ્રથમની, ૪ સ્થાવર, ૩ વિકલેવમાં ૩ સમુ૦ પ્રથમની, તિર્યંચ પંચ૦ માં ૫ પ્રથમની, મનુષ્યમાં ૭ સમુદ્યાત લાભે.
(૨) કાળદ્વાર - છ સમુ0નો કાળ અસંખ્યાત સમયના અંતર્મુહૂર્ત સુધીનો અને કેવળી સમુનો કાળ ૮ સમયનો છે.
(૩) ર૪ દંડક એકેક જીવની અપેક્ષા - વેદનીય, કષાય, મારણાંતિક, વૈક્રિય અને તૈજસ સમુ) ૨૪ દંડકના એક એક જીવે ભૂતકાળમાં અનંતી કરી અને ભવિષ્યમાં કોઈ કરશે, કોઈ નહિ કરે, કરે તો ૧-૨-૩ જાવ સંખ્યાત, અસંખ્યાત, અનંત કરે.
આહારક સમુ0 ર૩ દંડકના એકેક જીવે ભૂતકાળમાં સ્યાત કરી, સ્વાતુ ન કરી. જો કરી છે તો ૧-૨-૩ વાર, ભવિષ્યમાં જો કરે તો ૧-૨-૩-૪ વાર કરશે. મનુષ્ય દંડકના એકેક જીવે ભૂતકાળમાં તો ૧-૨-૩-૪ વાર કરી શેષ પૂર્વવત.
કેવળી સમુ) ૨૩ દંડકના એકેક જીવો એ ભૂતકાળમાં નથી કરી. ભવિષ્યમાં કરે તો ૧ વાર કરશે. મનુષ્યમાં કરી હોય તો ભૂતમાં ૧ વાર, ભવિષ્યમાં પણ ૧ વાર કરશે.
(૪) ઘણા જીવ અપેક્ષા ર૪ દંડક - પાંચ (પ્રથમની) સમુ) ૨૪ દંડકના ઘણા જીવોએ ભૂતકાળમાં અનંતી કરી ભવિષ્યમાં અનંતી કરશે.
આહારક સમુ) ૨૨ દંડકના ઘણા જીવો આશ્રી ભૂતકાળમાં અસંખ્યાતી કરી અને ભવિષ્યમાં અસંખ્યાતી કરશે. વનસ્પતિમાં