Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૪૩૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ (૬) ભૂષણના પાંચ ભેદ - (૧) જૈનશાસનમાં ધૈર્યવંત હોય ને શાસનનાં દરેક કાર્યો પૈર્યતાથી કરે. (૨) જૈન શાસનનો ભક્તિવાન હોય. (૩) શાસનમાં ક્રિયાવાન હોય. (૪) શાસનમાં ચતૂર હોય. શાસનનાં દરેક કાર્ય એવી ચતુરાઈથી (બુદ્ધિબળથી) કરે કે જેથી નિર્વિતાથી પાર પડી જાય. (૫) શાસનમાં ચતુર્વિધ સંઘની ભક્તિ તથા બહુમાન કરવાવાળો હોય. આ પાંચ ભૂષણોથી શાસનની શોભા રહે છે.
(૭) દૂષણના પાંચ ભેદ – (૧) શંકા-જીનવચનમાં શંકા કરે. (૨)કંખા-બીજા મતોના આડંબર દેખી તેની વાંચ્છા કરે. (૩) વિતિગિચ્છા - ધર્મકરણીના ફળમાં સંદેહ કરે કે આનું ફલ હશે કે નહિ.અત્યારે વર્તમાન તો કંઈ દેખાતું નથી એવો સંદેહ કરે. (૪) પરપાખંડીનો હમેશાં પરિચય કરે. (પ) પરપાખંડીઓની પ્રશંસા કરવી.એ પાંચ સમકિતના દૂષણ કહેવાય, તે જરૂર ટાળવા જોઈએ.
(૮) પ્રભાવનાના આઠ પ્રકાર - (૧) જે કાલમાં જેટલા સૂત્રાદિ હોય એને ગુરુગમથી જાણે એ શાસનનો પ્રભાવક બને છે. (૨) મોટા આડંબરથી ધર્મકથા વ્યાખ્યાન કરીને શાસનના જ્ઞાનની પ્રભાવના કરે. (૩) મહાન વિકટ તપશ્ચર્યા કરીને શાસનની પ્રભાવના કરે. (૪) ત્રણ કાલ અથવા ત્રણ મતનો જાણનાર હોય. (૫) તર્ક, વિતર્ક, હેતુ, વાદ, યુક્તિ, ન્યાય તથા વિદ્યાદિ બલથી વાદીઓનો શાસ્ત્રાર્થથી પરાજય કરીને શાસનની પ્રભાવના કરે. (૬) પુરુષાર્થ વાળો પુરુષ દીક્ષા લઈને શાસનની પ્રભાવના કરે. (૭) કવિતા કરવાની શક્તિ હોયતો કવિતા કરીને શાસનની પ્રભાવના કરે. (૮) બ્રહ્મચર્ય આદિ કોઈ મોટાં વ્રત લે તો પ્રગટ રીતે ઘણા માણસોની વચમાં લે, કારણ કે એથી લોકોને શાસન પર શ્રદ્ધા અથવા વ્રતાદિ લેવાની રૂચી વધે છે. અથવા દુર્બળ સ્વધર્મી ભાઈઓને સહાયતા કરવી એ પણ પ્રભાવના છે.