Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૪૧૨
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ સૂત્રરૂચિ કહીએ. એ ધર્મધ્યાનનું ત્રીજું લક્ષણ કહ્યું.
હવે ધર્મધ્યાનનું ચોથું લક્ષણ - ઉવએસરૂઈ કહે છે. ઉવએસરૂઈ કહેતાં અજ્ઞાને કરી ઉપાજ્ય કર્મ તે જ્ઞાન કરી ખપાવીએ, જ્ઞાને કરી નવાં કર્મ ન બાંધીએ; મિથ્યાત્વે કરી ઉપાજ્ય કર્મ તે સમકિતે કરી ખપાવીએ, સમકિતે કરી નવાં કર્મ ન બાંધીએ; અવ્રતે કરી ઉપાજ્ય કર્મ તે વતે કરી ખપાવીએ, વતે કરી નવાં કર્મ ન બાંધીએ; પ્રમાદે કરી ઉપાજ્ય કર્મ તે અપ્રમાદે કરી ખપાવીએ; અપ્રમાદે કરી નવાં કર્મ ન બાંધીએ; કષાયે કરી ઉપાજ્ય કર્મ તે કષાયને અણકરવે કરીને ખપાવીએ, કષાયને અણકરવે કરીને નવાં કર્મ ન બાંધીએ, અશુભ યોગે કરી ઉપાજ્ય કર્મ તે શુભ યોગે કરી ખપાવીએ, શુભ યોગે કરી નવા કર્મ ન બાંધીએઃ પાંચ ઈદ્રિયના સ્વાદરૂપ આસવે કરી ઉપાજ્ય કર્મ તે તપરૂપ સંવરે કરી ખપાવીએ, તરૂપ સંવરે કરી નવાં કર્મ ન બાંધીએ; માટે અજ્ઞાનાદિક આશ્રવ માર્ગ છોડીને જ્ઞાનાદિક સંવર માર્ગ આદરવો એવો તીર્થંકરનો ઉપદેશ સાંભળવાની રૂચિ ઉપજે, તેને ઉપદેશ રૂચિ કહીએ, તથા ઉગાઢ રૂચિ પણ કહીએ. એ ધર્મ ધ્યાનનું ચોથું લક્ષણ કહ્યું. - હવે ધર્મધ્યાનના ચાર આલંબન કહે છે – વાયણા, પૂછણા, પરિણા, ધર્મ કથા. હવે ધર્મધ્યાનનું પહેલું આલંબન વાયણા કહે છે. વાયણા તે કોને કહીએ ? વિનય સહિત જ્ઞાન તથા નિર્જરાને અર્થે સૂત્રના અર્થના જાણ ગુર્નાદિક સમીપે સૂત્ર તથા અર્થની વાંચણી લેવી, તેને વાયણા કહીએ. એ ધર્મધ્યાનનું પહેલું આલંબન કહ્યું. હવે ધર્મધ્યાનનું બીજું આલંબન પૂછણા કહે છે. પૂછણા તે કેને કહિએ ? અપૂર્વજ્ઞાન પામવાને અર્થે તથા જૈનમતા દીપાવવાને અર્થે તથા સંદેહ નિવારવાને અર્થે તથા પરની પરીક્ષા લેવાને અર્થે યથાયોગ્ય વિનય સહિત ગુર્નાદિકને પ્રશ્ન પૂછીએ તેને પૂછણા કહિએ. એ ધર્મધ્યાનનું બીજું આલંબન કહ્યું.