Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૪૧૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ હવે ધર્મધ્યાનની ચાર અણુપેહા કહે છે અણુખેહા તે કોને કહીએ? જીવ દ્રવ્ય અને અજીવદ્રવ્ય તેનો સ્વભાવ સ્વરૂપ જાણવાને અર્થે સૂત્રના અર્થ વિસ્તારે ચિંતવીએ તેને અણુપેહા કહીએ. - હવે ધર્મધ્યાનની પહેલી અણુપેહા કહે છે – એગચ્યાણખેડા તે કોને કહીએ ? જીવ અસંખ્યાત પ્રદેશી, અરૂપી, સંદા સંઉપયોગી તે ચૈતન્યરૂપ એવો એક મારો આત્મા નિશ્ચયનયે છે. તેમ સર્વ આત્મા નિશ્ચયનયે એવા જ છે. અને વ્યવહારનયે આત્મા અનાદિકાલનો અચૈતન્ય, જડ, વર્ણાદિ ૨૦ રૂપ સહિત પુદ્ગલનો સંયોગી થકો ત્રસ ને સ્થાવર રૂપ લઈને, નૃત્યકાર નટુવાની પેરે અનેક રૂપે અનેક છેદે પ્રવર્તે છે. તે ત્રસનો ત્રસરૂપે પ્રવર્તે તો જઘન્ય અંતર્મુહૂર્ત ઉત્કૃષ્ટો બે હજાર સાગર ઝાઝેરા સુધી રહે. અને સ્થાવરનો સ્થાવરપણે પ્રવર્તે તો જઘન્ય અંતર્મુહૂર્ત–ઉત્કૃષ્ટો અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાલથી, ક્ષેત્રથી અનંતા લોક પ્રમાણ અલોકના આકાશ પ્રદેશ થાય, તેટલા કાલચક્ર ઉત્સર્પિણી અવસર્પિણી જાણવી. તેના અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન થાય. આંગુલને અસંખ્યાતમે ભાગે આકાશપ્રદેશ આવે તેટલા અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન થાય. સ્થાવર મધ્યે પુદ્ગલ લઈ ખેલ્યો એ વ્યવહાર નથી જીવ જાણીએ. વળી ત્રણ સ્થાવર મધ્યે રહ્યો થકો સ્ત્રીપુરુષ નપુંસક વેદ પુદ્ગલને સંયોગે ખેલ્યો, પ્રવર્યો, અનેક રૂપો ધારણ કર્યા, તે કહે છે. કોઈક પ્રસ્તાવે દેવીપણે ભવનપત્યાદિકથી ઇશાન દેવલોક સુધી ઈદ્રની ઈંદ્રાણી સુરૂપવંતી અપ્સરા થઈ. જઘન્ય ૧૦ હજાર વર્ષ ઉત્કૃષ્ટ પપ પલ્યોપમ, દેવાંગનાને રૂપે અનંતીવાર જીવ ખેલ્યો. દેવતાપણે ભવનપત્યાદિકથી જવ નવ રૈવેયક સુધી મહર્ધિક દેવપણે મહાશક્તિવંત ઈંદ્રાદિક લોકપાળ પ્રમુખપણે રૂપવંત દેદીપ્યમાન વાંછિત ભોગ સંયોગ પણે પ્રવર્યો. જઘન્ય ૧૦ હજાર વર્ષ ઉત્કૃષ્ટ ૩૧ સાગરોપમ એમ અનંતીવાર ભોગી થયો. ઈદ્ર મહારાજે એક