Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
છ લેશ્યા
૪૧૯
ચોથો લેશ્યાના ગંધનો દ્વાર કહે છે :- જેવો ગાયના મંડાનો*, કુતરાના મડાનો", સર્પના મડાનો, એથી અનન્ત ગુણો અધિક અપ્રશસ્ત, પ્રથમ ત્રણ માઠી લેશ્યાનો ગંધ જાણવો. જેવો કપુર, કેવડો, પ્રમુખ સુગંધી પદાર્થ વાટતાં (ઘુંટતાં) જેવી સુગંધ નીકળે તે કરતાં અનન્ત ગુણો પ્રશસ્ત ત્રણ સારી લેશ્યાનો ગંધ જાણવો.
પાંચમો લેશ્યાના સ્પર્શનો દ્વાર કહે છે : જેવી કરવતની ધાર, જેવી ગાયની જીભ જેવું મુંઝનું તથા વાંસનું પાન, તે કરતાં અનંત ગુણો માઠી અપ્રશસ્ત લેશ્યાનો કર્કશ સ્પર્શ જાણવો. જેવી બુર નામે વનસ્પતિ, જેવું માખણ, જેવાં સરસવના ફુલ, જેવું મખમલ એ કરતાં અનન્ત ગુણો અધિક પ્રશસ્ત લેશ્યાનો સ્પર્શ સુંવાળો જાણવો.
.
-
છઠ્ઠો લેશ્યાના પરિણામનો દ્વાર કહે છે ઃ લેશ્યા ત્રણ પ્રકારે પરિણમે. જન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તથા નવ પ્રકારે પરિણમે. તે ઉપર ત્રણ કહી. તેના એકેકના ત્રણ ભેદ થાય. જેમકે, જધન્યનો જઘન્ય, જઘન્યનો મધ્યમ, જઘન્યનો ઉત્કૃષ્ટ એ રીતે દરેકના ત્રણ ત્રણ ભેદ કરતાં નવ ભેદ થાય. એમ નવના સત્તાવીશ ભેદ થાય, એમ સત્તાવીસના એકાશી ભેદ થાય, એકાશીના બસો ને તેંતાલીસ ભેદ થાય, એટલે ભેદે લેશ્યા પરિણમે.
-
સાતમો લેશ્યાનાં લક્ષણનો દ્વાર ઃ- તેમાં પ્રથમ કૃષ્ણ લેશ્યા નાં લક્ષણ કહે છે પાંચ આશ્રવનો સેવનાર ત્રણ અગુપ્તિવંત, છકાય જીવનો હિંસક, આરંભનો તીવ્ર પરિણામી તથા દ્વેષી, પાપ કરવામાં સાહસિક, કઠોર પરિણામી, જીવહિંસા સુગરહિત કરનાર, અજીતેંદ્રી એવા જોગે કરી સહિત હોય તેને કૃષ્ણ લેશ્માનું લક્ષણ જાણવું. નીલ લેશ્યાના લક્ષણ કહે છે તે ઇર્ષ્યાવંત (કદાગ્રહી), મૂર્ખવંત, તપ રહિત, માયાવી, પાપ કરતાં લાજે * મૃત કલેવર
*