Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
ધર્મધ્યાન
૪૧૧
દેવય, ચેઈયું, પજજુવાસામિ. ત્રિછાલોકમાંહે અસંખ્યાતા શ્રાવક શ્રાવિકા છે, તેના ગુણગ્રામ કરીએ. તે ત્રિછા લોકથકી અસંખ્યાત ગણો અધિકો ઉર્ધ્વલોક છે. તેમાં બાર દેવલોક, નવ રૈવેયક, પાંચ અનુત્તર વિમાન સર્વ થઈ ને ચોરાસી લાખ સત્તાણું હજાર ત્રેવીસ વિમાન છે. તે ઉપર સિદ્ધશીલા છે. તેથી ઉપર સિદ્ધ ભગવંત બિરાજે છે. તેમને વંદામિ જાવ પજજુવાસામિ. તે ઉર્ધ્વ લોકથી નીચે અધોલોક છે. તેમાં ચોરાસી લાખ નરકાવાસ છે. સાતક્રોડ બહોતેર લાખ ભવનપતિનાં ભવન છે. એવા લોકનાં સર્વ સ્થાનક સમકિત સહિત કરણી વિના સર્વ જીવે અનંતી વાર જન્મ મરણે કરી ફરસી મૂક્યા છે, એમ જાણી સમકિત સહિત શ્રુત અને ચારિત્ર ધર્મની આરાધના કરીએ જેથી અજરામર પદ પામીયે. એ ધર્મધ્યાનનો ચોથો ભેદ કહ્યો.
હવે ધર્મધ્યાનનાં ચાર લક્ષણ – તેમાં ધર્મધ્યાનનું પહેલું લક્ષણ કહે છે. આણારૂઈ કહેતાં વીતરાગની આજ્ઞા અંગીકાર કરવાની રૂચિ ઉપજે તેને આણારૂઈ કહિયે. એ ધર્મધ્યાનનું પહેલું લક્ષણ કહ્યું.
હવે ધર્મધ્યાનનું બીજું લક્ષણ કહે છે – નિસર્ગરૂઈ કહેતાં જીવને સ્વભાવેજ તથા જાતિસ્મરણાદિક જ્ઞાને કરી શ્રુતસહિત ચારિત્ર ધર્મ કરવાની રૂચિ ઉપજે, તેને નિસર્ગરૂચિ કહિયે, એ ધર્મધ્યાનનું બીજું લક્ષણ કહ્યું.
હવે ધર્મધ્યાનનું ત્રીજું લક્ષણ કહે છે – સુત્તરૂઈ કહેતાં સૂત્રના બે ભેદ અંગપવિઠ અને અંગબાહિર, અંગપવિઠ તે આચારાંગાદિ ૧૨ અંગ તેમાં ૧૧ કાલિક, અને બારમું અંગ દષ્ટિવાદ તે ઉત્કાલિક. અંગ બાહિરના ૨ ભેદ, આવશ્યક અને આવશ્યક વ્યતિરિકત. આવશ્યક તે સામાયિકાદિક છ અધ્યયન તે ઉત્કાલિક, તથા ઉત્તરાધ્યયનાદિક કાલિકસૂત્ર, તથા ઉવવાઈ પ્રમુખ ઉત્કાલિક સૂત્ર, સાંભળવા તથા ભણવાની રૂચિ ઉપજે તેહને