Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૪૧૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ આરાધવી, તેમાં સમય માત્રાનો પ્રસાદ ન કરવો. ચતુર્વિધ તીર્થનાં ગુણ કીર્તન કરવાં એ ધર્મધ્યાનનો પહેલો ભેદ કહ્યો.
હવે ધર્મધ્યાનનો બીજો ભેદ કહે છે. - અવાયવિજએ કહેતાં સંસાર માંહે જીવ જે થકી દુઃખ પામે છે તેનો વિચાર ચિંતવવો, તેનો એ વિચાર, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કષાય, અશુભયોગ તથા અઢાર વાપસ્થાનક, છકાયની હિંસા. એ દુઃખનાં કારણ જાણી એવો આશ્રવમાર્ગ છાંડીને સંવર માર્ગ આદરવો, જેથી જીવ દુઃખ ન પામે. એ ધર્મધ્યાનનો બીજો ભેદ કહ્યો. - હવે ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહે છે. - વિવાગવિએ કહેતાં જીવ જે સુખ દુઃખ ભોગવે છે. તે શા થકી તેનો વિચાર ચિતવવો તેનો એ વિચાર, જીવે જેવે રસે કરી પૂર્વે જેવા શુભાશુભ જ્ઞાનાવરણીયાદિક કર્મ ઉપજ્યાં છે, તે શુભાશુભ કર્મના ઉદયથી જીવ તેવાં સુખ દુઃખ અનુભવે છે. તે અનુભવતાં થકા કોઈ ઉપર રાગ દ્વેષ ન આણીએ. સમતાભાવ આણીએ. મન, વચન, કાયાના શુભયોગ સહિત શ્રી જૈનધર્મને વિષે પ્રવર્તિએ, જેથી નિરાબાધ પરમ સુખ પામીએ. એ ધર્મધ્યાનનો ત્રીજો ભેદ કહ્યો.
હવે ધર્મધ્યાનનો ચોથો ભેદ કહે છે. - સંઠાણવિજએ કહેતાં ત્રણ લોકના આકારનું સ્વરૂપ ચિંતવીએ. તેનું એ સ્વરૂપ, આ લોક સુપઈઠિકને આકારે છે. જીવ અજીવે સંપૂર્ણ ભર્યો છે. અસંખ્યાતા જોજનની ક્રોડાકોડી પ્રમાણે ત્રીછો લોક છે તેમાં અસંખ્યાતા દીપ - સમુદ્ર છે, તથા અસંખ્યાતા વાણવ્યંતરના નગર છે, તથા અસંખ્યાતા જ્યોતિષીનાં વિમાન છે, તથા અસંખ્યાતી જ્યોતિષીની રાજધાની છે. તેમાં અઢી દ્વીપ માંહે તીર્થકર જઘન્ય ૨૦ ઉત્કૃષ્ટ એકસો સિતેર હોય, તથા કેવળી જઘન્ય બે ક્રોડી, ઉત્કૃષ્ટા નવ ક્રોડી, તથા સાધુ જઘન્ય બે હજાર ક્રોડી, ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડી તેમને વંદામિ, નમંસામિ, સક્કરેમિ, સમ્માણેમિ, કલ્યાણ, મંગલ,