Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
ગભવિચાર
૩૮૭ ગણતાં છ ક્રોડ બાર લાખ પચાશ હજાર રોગ થાય છે અને તે પુન્યના ઉદયથી ઢંકાએલા રહે છે. અહીંથી રોમ આહારની શરૂઆત થવાનો સંભવ છે. તત્ત્વ તુ સર્વશગમ્યું. તે આહાર, માતાના રૂધીરનો સમયે સમયે લેવામાં આવે છે તે સમયે સમયે. પ્રગમે છે. સાતમે માસે સાતમેં શીરા એટલે રસહરણી નાડીઓ બંધાય છે, તે દ્વારા શરીરનું પોષણ થાય છે. તેથી ગર્ભને પુષ્ટિ મળે છે. તેમાંથી સ્ત્રીને છસો ને સિતેર, નપુંસકને છસો ને એંશી, અને પુરૂષને સાતસો પૂરી હોય છે. પાંચસો માંસની પેશીઓ બંધાય છે, તેમાંથી સ્ત્રીને ત્રીસ ને નપુંસકને વીસ ઓછી હોય છે. તે પેશીવડે હાડ ઢંકાયેલા હોય છે તે હાડમાં સર્વ મળીને ત્રણસો ને સાઠ સાંધા છે. એકેકા સાંધા ઉપર આઠ આઠ મર્મનાં ઠેકાણાં છે, તે મર્મસ્થાન ઉપર એક ટકોર વાગતાં મરણ પામે છે, બીજે મતે એકસો ને સાઠ સંધિ, અને એક્સો ને સીતેર મર્મના સ્થાનક કહેવાય છે, ઉપરાંત સર્વજ્ઞગમ્ય. તે શરીરમાં છ અંગ હોય છે. તેમાંથી માંસ, લોહી, અને મસ્તકની મજ્જા ભેજું) એ ત્રણ અંગ માતાનાં છે, તેમજ હાડ, હાડની મજ્જા અને નખ કેશ. રોમ, એ ત્રણ અંગ પિતાનાં છે. આઠમે માસે સર્વ અંગ ઉપાંગ પૂર્ણ નીપજી રહે છે. તે ગર્ભને લઘુનીત વડીનીત, ગ્લેખ, ઉધરસ, છીંક, બગાસું, ઓડકાર વગેરે કાંઈ હોતું નથી. તે જે જે આહાર ખેંચે છે, તે આહારના રસવડે ઇન્દ્રિયોને પુષ્ટિ મળે છે. હાડ, હાડની મજ્જા, ચરબી નખ કેશની વૃદ્ધિ થાય છે. તે આહાર લેવાની બીજી રીત એ છે કે માતાની તથા ગર્ભની નાભી ઉપરની રસહરણી નાડી એ બે પરસ્પરમાં વાળાના આંટાની જેમ વીંટાઈ રહી છે. તેમાં ગર્ભની નાડીનું મોટું માતાની નાભીમાં જોડાયેલું છે. માતાના કોઠામાં આહારનો પેલો કવલ પડે છે અને નાભી પાસે અટકે છે. તેનો રસ બને છે. તે રસ, ગર્ભ પોતાની જોડાયેલી રસહરણી નાડીથી ખેંચી પુષ્ટ થાય છે, તે શરીરમાં