Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
અપર્યાપ્તા તથા પર્યાપ્તા દ્વાર
૩૭૯
શરીર પર્યાપ્તિ પૂરી થાય છે. ત્યાં સુધીનાં આહારને ઓજ આહાર કહેવાય છે. ત્યાર પછી રોમ આહાર ચાલુ થાય છે. (૨) તે શરીરની મજબૂતી થતાં જ, તેમાં ઈદ્રિયોનાં અવયવ પ્રગટ થાય છે. તેમ થતાં અંતર્મુહૂર્તનો વખત લાગે છે. તે ત્રીજી ઈદ્રિય પર્યાપ્ત કહેવાય છે. (૩) ઉપર મુજબ શરીર તથા ઈન્દ્રિય મજબુત થયા પછી સૂક્ષ્મ રીતે એક અંતર્મુહૂર્તમાં પવનની ધમણ શરૂ થાય છે, તે ચોથી શ્વાસોચ્છવાસ પર્યાપ્ત કહેવાય છે. (૪) તે પછી એક અંતર્મુહૂર્તમાં ભાષાનાં પુદ્ગલો ગ્રહણ કરવાની શક્તિ પેદા થાય છે. તેનું નામ પાંચમી ભાષા પર્યાપ્ત કહેવાય છે. (૫) એક અંતર્મુહુર્તમાં મનનાં પુદ્ગલો લેવાની શક્તિ પેદા થાય છે તેને મન પર્યાપ્તિ કહે છે. (૬) ઉપરની રીતે એક સમય અને પાંચ અંતર્મુહુર્તે છ પર્યાપ્ત બંધાય છે. આ શબ્દ શ્રવણ કરતાં જ શિષ્ય શંકા કરે છે કે શાસ્ત્રકારો છ પર્યાપ્તિ બાંધવાના વખતને એક અંતર્મુહૂર્ત કહે છે, તેનું કેમ ?
ગુરુ- હે વત્સ ! મુહૂર્ત પૂરી બે ઘડીને કહે છે. તેનો એક જ ભેદ છે, પણ અંતર્મુહૂર્તમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ ભેદ છે. તેમાં બે સમયથી લઈને નવ સમય સુધીનું જધન્ય અંતર્મુહૂર્ત કહેવાય છે. (૧) તે પછીનું અંતર્મુહૂર્ત દશ સમયનું, અગીઆર સમયનું, એમ એકેક સમય ગણતાં મધ્યમ અંતર્મુહૂર્તના અસંખ્યાતા ભેદ થાય છે. (૨) અને બે ઘડીમાં એક સમય બાકી રહે તે ઉત્કૃષ્ટ અંતર્મુહૂર્ત કહેવાય છે. (૩) છ પર્યાપ્ત બાંધતાં છ અંતર્મુહૂર્ત કહેવામાં આવે છે. તે જધન્ય તથા મધ્યમ ગણવા અને છેવટ છ પર્યાપ્ત એક અંતર્મુહૂર્તની કહેવામાં આવી છે, તે ઉત્કૃષ્ટિ સમજવી. ઉપરની છ પર્યાપ્તમાંથી એકેંદ્રિયને પહેલી ચાર હોય છે. બેઈદ્રિય, તેંદ્રિય. ચૌરિંદ્રિય અને અસંજ્ઞીતિર્યંચ પંચેદ્રિયને, પાંચ અને સંક્ષી પંચદ્રિયને છ પૂરી હોય છે. એ પર્યાપ્તાનો અર્થ કહ્યો.
હવે અપર્યાપ્તાનો અર્થ કહે છે.