Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૩૭૮
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ રીતે કે જે જીવનું આયુષ્ય પૂરું થાય, ત્યારે તે શરીર છોડીને નવી ગતિની યોનિમાં ઉપજવા જાય છે. તેમાં અવિગ્રહ ગતિ એટલે સીધી ને સરલ બાંધી આવેલો હોય, તે જીવ જે સમયે ચવેલો હોય, તે જ સમયમાં આવી ઉપજે છે. તે જીવને આહારનું આંતરું પડતું નથી, તેવા બંધનવાળો જીવ એટલે સદા આહારિક કહેવાય છે, એવો ભગવતીનો ન્યાય છે. હવે બીજો પ્રકાર વિગ્રહ ગતિનો બંધ બાંધી આવનારા જીવોનો કહેવાય છે, તેના ત્રણ પ્રકાર છે તેમાં કેટલાક જીવો શરીર છોડ્યા પછી એક સમયને આંતરે, કેટલાક બે સમયને આંતરે ને કેટલાક ત્રણ સમયને આંતરે એટલે ચોથે સમયે ઉપજવા પામે છે. એમ ચારે રીતે સંસારી જીવો ઉપજી શકે છે. આ બીજી વિગ્રહ એટલે વિષમ ગતિ કરી ઉપજવા જનારા જીવોને એક બે ત્રણ સમય ઉપજતાં આંતરૂં પડે છે, તેનું કારણ ગ્રંથકારો આકાશ પ્રદેશની શ્રેણીના વિભાગો તરફ ખેંચાઈ જવાનું કહે છે. તેનો ગુપ્ત ભેદ ગીતાર્થ ગુરૂગમ્ય છે. તેવા જીવ જેટલો સમય વાટે રોકાય, તેટલો સમય આહાર વગરના અણ–આહારિક કહેવાય છે. તે જીવ બાંધેલી યોનિસ્થાનમાં પ્રવેશ કરી ઉપજે (વાસ કરે), તેજ સમયે તે યોનિસ્થાન જે પુદ્ગલના બંધારણથી બંધાયા હોય, તેજ પુદ્ગલનો આહાર, તાવડામાં નાંખેલા વડાની રીતે કરે છે. તેનું નામ ઓજ આહાર કર્યો કહેવાય, અને તે જીંદગીમાં એકજ વાર કરે છે. તેવો આહાર ખેંચી પરિણમાવતાં એક સમય લાગે છે. ત્યારે આહાર પર્યાપ્તિ પૂરી થાય છે. (૧) તે પરિણમાવેલા આહારના રસનો એવો ગુણ છે, કે તેનાં રજકણો એકઠાં થવાથી સાત ધાતુરૂપે સ્થૂળ શરીરની આકૃતિ બને છે, અને મૂળ ધાતુઓ જીન્દગી સુધી સ્થૂળ શરીરને ટકાવી રાખે છે એવા શરીર રૂપ ફૂલમાં વાસનાની રીતે જીવ રહી શકે છે. તે બીજી શરીર પર્યાતિ કહેવાય છે. તેવી આકૃતિ બંધાતાં એક અંતર્મુહૂર્ત લાગે છે. ત્યારે