Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
શ્રોતા અધિકાર
૩૨૧ શમાવે નહિ, વાયરો નીકળી જાય ત્યારે ખાલી થાય, તેમ એકેક શ્રોતા અભિમાનરૂપ વાયરે કરી શુષ્ક જ્ઞાનીવત તડાકા મારે પણ પોતાના તથા અન્યના આત્માને શાંત રસ પમાડે નહિ. એ છાંડવા યોગ્ય છે.
બીજો પ્રકાર-મસગ તે મચ્છર નામે જંતુ અન્યને ચટકા મારી પરિતાપ ઉપજાવે પણ ગુણ ન કરે અને ખણજ ઉત્પન્ન કરે, તેમ એકેક કુશ્રોતા ગુર્નાદિકને, જ્ઞાન-અભ્યાસ કરાવતાં ઘણો પરિશ્રમ આપે તથા કુવચનરૂપ ચટકા મારે પણ ગુણ તે વૈયાવચ્ચે પ્રમુખ કાંઈ પણ ન કરે, ચિત્તમાં અસમાધિ ઉપજાવે, એ છોડવા યોગ્ય છે.
૯ જલુગ તેના બે પ્રકાર - પ્રથમ પ્રકાર જલો નામે , ગાય પ્રમુખના સ્તનમાં વળગે ત્યારે લોહી પીએ પણ દૂધ ના પીએ, તેમ એકેક અવિનિત કુશિષ્ય, શ્રોતા આચાર્યાદિકના સાથે રહ્યા થકા તેમના છિદ્રો ગવેષે પણ ક્ષમાદિક ગુણ ન ગ્રહણ કરે, માટે છાંડવા યોગ્ય છે.
બીજો પ્રકાર - જળો નામે જંતુ ગુમડા ઉપર મુકીએ ત્યારે ચટકો મારે ને દુઃખ ઉપજાવે અને મુડદાલ (બગડેલું) લોહી પીએ ને પછી શાંતિ કરે, તેમ એકેક વિનિત શિષ્ય, શ્રોતા આચાર્યાદિક સાથે રહ્યા થકા પ્રથમ વચનરૂપ ચટકો ભરે-કાલે, અકાલે બહુ અભ્યાસ કરતાં મહેનત કરાવે - પછી સંદેહ રૂપી બિગાડ કાઢી ગુર્નાદિકને શાંતિ ઉપજાવે - પરદેશી રાજાવતુ એ આદરવા યોગ્ય છે.
૧૦ બિરાલી - બિલાડી દુધનું ભાજન સીંકાથી ભોંય પર નીચુ નાંખીને રજકણ સહિત દુધ પીએ, તેમ એકેક શ્રોતા આચાર્યદિક પાસે સૂત્રાદિક અભ્યાસ કરતાં અવિનય બહુ કરે, તથા પર પાસે પ્રશ્ન પૂછાવી સૂત્રાર્થ ધારે પણ પોતે વિનય કરી ધારે નહિ; માટે તે શ્રોતા છાંડવા યોગ્ય છે.
-ર ૧