Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૧૭૪
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ ચાર જીવ તે પ્રમાણે કરી, સર્વને ખમાવી, નિઃશલ્ય થઈ સંથારો કરશે, તે વખતે સંવર્તક, મહાસંવર્તક નામે વાયરો થશે, તેણે કરી પહાડ, પર્વત, ગઢ, બેટ, કુવા, વાવ, સર્વ સ્થાનક વિસરાલ (નાશ) થશે. માત્ર ૧ વૈતાઢય પર્વત, ૨ ગંગા નદી, ૩ સિંધુ નદી, ૪ રૂષભકુટ, ૫ લવણની ખાડી, એ પાંચ સ્થાનક રહેશે. બીજા સર્વ સ્થાનક તૂટી પડશે. તે ચાર જીવ સમાધિ પરિણામે કાળ કરીને પહેલા દેવલોકે જશે, ત્યારે ચાર બોલ વિચ્છેદ જશે. ૧ પહેલે પ્રહરે જૈન ધર્મ વિચ્છેદ જશે, ૨ બીજે પ્રહરે મિથ્યાત્વીનો ધર્મ વિચ્છેદ જશે, ૩ ત્રીજે પ્રહરે રાજાની રીતભાત વિચ્છેદ જશે, ૪ ચોથે પ્રહરે બાદર અગ્નિ વિચ્છેદ જશે. - નોટઃ કૌંસમાં લખેલી વાત સિદ્ધાંતમાં નથી, ગ્રંથની છે અને ચર્ચાસ્પદ છે.
એ પાંચમા આરાના છેડા સુધી ચાર ગતિમાં જીવ જાય, એક પાંચમી મોક્ષ ગતિમાં ન જાય. ઇતિ પાંચમાં આરાના ભાવ સંપૂર્ણ.
છઠ્ઠો આરો જ્યારે પાંચમો આરો ઉતરીને છઠ્ઠો આરો બેસશે તે વખતે વર્ણ, ગંધ, રસ, સ્પર્શના પર્યવ અનંત અનંત ઓછા થશે. એ આરો એકવીશ હજાર વર્ષનો જાણવો. એ આરો દુ:ષમ દુઃષમ નામે જાણવો; એટલે એ આરો ઘણો ભયંકર – ઘણો ત્રાસદાયક જાણવો. એ આરાને વિષે એક હાથનું શરીર, ને ૨૦ વર્ષનું આયુષ્ય, ઉતરતે આરે મૂઢા હાથનું શરીર, ને ૧૬ વર્ષનું આયુષ્ય, જાણવું. એ આરે સંહનન એક સેવા, સંસ્થાન એક હૂંડ, ઉતરતે આરે પણ એમજ જાણવું. એ આરાને વિષે આઠ પાંસળીઓ, ઉતરતે આરે ચાર પાંસળીયો, એ આરાને વીષે છે