Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૨૦૪
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ ની સ્થિતિ પૂરી થતા દશમે આવે ત્યાં પહેલાજ સમયે સૂક્ષ્મ લોભનો ઉદય થાય. દશમાંથી પડે તો પહેલા ગુણઠાણા સુધી પણ જાય. પણ અગ્યારમેથી ચઢવું તો નથી. ઉપશાંત એટલે ? ઉપશમ્યો છે મોહ સર્વથા, જળે કરી અગ્નિ ઓલવ્યાની પેરે નહિ. પણ ઢાંકયો છે, માટે ઉપશાંતમોહ ગુણઠાણું કહિયે.
બારમું ક્ષીણમોહ ગુણઠાણું - તેનું શું લક્ષણ ? જે ૨૮ પ્રકૃતિને સર્વથા ખપાવે. ક્ષપકશ્રેણિક લાયકભાવ, સાયકસમતિ, ક્ષાયક યથાખ્યાત ચારિત્ર, કરણ સત્ય; જોગ સત્યર, ભાવ સત્ય, અમાયી, અકષાયી, વીતરાગી, ભાવનગ્રંથ, સંપૂર્ણ સંવુડ*, સંપૂર્ણ ભાવિતાત્મા, મહાતપસ્વી, મહાસુશીલ, અમોહી, અવિકારી, મહાજ્ઞાની, મહાધ્યાની, વર્ધમાન પરિણામી, અપડિવાઈ થઈ અંતર્મુહૂર્ત રહે. એ ગુણઠાણે કાળ કરવો નથી. પુનર્ભવ છે નહિ. છેલ્લે સમયે પાંચ જ્ઞાનાવરણીય, નવ દર્શનાવરણીય, પંચવિધ અંતરાય બારમાંના ચરમ સમયે ક્ષય કરી તેરમા ગુણઠાણાનાં પ્રથમ સમયે કેવળ જયોત પ્રગટે; માટે ક્ષીણ તે ક્ષય કર્યો છે મોહ સર્વથા જે ગુણઠાણે તેને ક્ષીણમોહ ગુણઠાણું કહિયે.
તેરમું સજોગી કેવલી ગુણઠાણું - તેનું શું લક્ષણ ? દશ બોલ સહિત તેરમે ગુણઠાણે વિચરે. સજોગી, સશરીરી, સલેશી, શુકલલેશી, યથાખ્યાત ચારિત્રી, લાયક સમક્તિ, પંડિત વીર્ય શુકલધ્યાન, કેવલજ્ઞાન કેવલદર્શન, એ ૧૦ બોલસહિત જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્0 દેશેણિી પૂર્વક્રોડી સુધી વિચરે. ઘણા જીવને તારી
+ સંપૂર્ણ સંવુડ- સર્વ ૧. રહિત. કરણ સત્ય - ઉપદેશ તથા આચરણ બન્ને સત્ય હોય તે, જોગ ૨. સત્ય - મન, વચન, કાયાનાં જોગને સત્ય પરિણમાવે, ૩. ભાવ સત્ય - ભાવની વિશુદ્ધિ કરે તે, શૈલશીપણે પર્વતની જેમ નિશ્ચલ.