Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૨૬૦.
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ સંસ્થાન - અવધિજ્ઞાનનો દેખવાનો આકાર, ૧ નારકીને અવધિ ત્રાપાને આકારે છે. ૨ ભવનપતિને પાલાને આકારે છે. ૩ તિર્યંચ તથા મનુષ્યને અનેક પ્રકારે છે. ૪ વ્યંતરને પટલ વાજીંત્રને આકારે છે. ૫ જ્યોતિષીને ઝાલરને આકારે છે. ૬ બાર દેવલોકના દેવને ઉર્ધ્વ મૃદંગને આકારે છે. ૭ નવ રૈવેયકને ફૂલની ચંગેરીને* આકારે છે. ૮ પાંચ અનુત્તર વિમાનના દેવને અવધિ કંચુકીને આકારે છે.
નારકી દેવને-અવધિજ્ઞાન-૧ આનુગામિક, ૨ અપ્રતિપાતિ, ૩ અવસ્થિત, એ ત્રણ પ્રકારનું છે.
મનુષ્ય ને તિર્યંચને અવધિજ્ઞાન - ૧ અનુગામિક, ૨ અનાનુમાગિક, ૩ વર્ધમાનક, ૪ હીયમાનક, ૫પ્રતિપાતિ, ૬ અપ્રતિપાતિ, ૭ અવસ્થિત, ૮ અનવસ્થિત છે.
એ વિષય દ્વાર પ્રમુખ પ્રજ્ઞાપના સૂત્રના ૩૩ મા પદથી લખ્યો છે. નંદિસૂત્ર મધ્યે સંક્ષેપમાં છે. અવધિજ્ઞાનના વિષયનો કોઠો પાછળનાં પૃષ્ઠ પર છે.
ઇતિ અવધિ જ્ઞાનનું વર્ણન સંપૂર્ણ.
મન:પર્યવ જ્ઞાનનો વિસ્તાર અત્રે મનના ચાર પ્રકાર જાણવા.
૧. લબ્ધિમન ઃ મન પર્યાપ્તિ પૂર્ણ થયા પછી મનયોગમાં પ્રર્વતાવવાની – મનન કરવાની શકિત તે લબ્ધિમન.
૨. સંજ્ઞા મન : જે મનથી તે જીવને સંશી કહેવામાં આવે તે મનની પાછળ તેનું નામ સંજ્ઞી પડે તે સંજ્ઞામન.
* ફૂલોનો ગુચ્છો