Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
શ્રી બૃહદ્ જૈન શોક સંગ્રહ
૧ ભવપ્રત્યયિકના બે ભેદ તે, ૧ નારકીને, ૨ દેવ (ચાર પ્રકારના) ને હોય; તે ભવ સંબંધી જ્યારથી ઉત્પન્ન થાય તે ભવના અંત સુધી હોય.
૨૫૪
૨ ક્ષયોપશમિકના બે ભેદ તે ૧ સંશી મનુષ્યને, ૨ સંશી તિર્યંચ પંચેંદ્રિયને; ક્ષયોપશમ ભાવથી ઉત્પન્ન થાય તે, અથવા ક્ષમાદિક ગુણે કરી સહિત અણગારને ઉત્પન્ન થાય.
અવધિજ્ઞાનના છ પ્રકાર સંક્ષેપથી કહ્યા છે તેના નામ. ૧ અનુગામિક, ૨ અનાનુગામિક, ૩ વર્ધમાનક, ૪ હિયમાનક, ૫ પ્રતિપાતિ, ૬ અપ્રતિપાતિ.
૧ અનુગામિક જ્યાં જાય ત્યાં તે સાથે આવે. તે બે પ્રકારનું છે-૧ અંતઃગત, ૨ મધ્યગત.
૧. અંતઃગત અધિજ્ઞાનના ત્રણ પ્રકાર.
૧ પુરતઃ અંતઃગત - (પુરઓ અંતગત)તે શરીરના આગલા ભાગના ક્ષેત્રમાં જાણે દેખે.
૨ માર્ગતઃ અંતઃગત - (મર્ગીઓ અંતગત) તે શરીરના પૃષ્ટ ભાગના ક્ષેત્રમાં જાણે દેખે.
૩ પાર્શ્વત અંતઃગત - (પાસઓ અંતગત) તે શરીરના બે પાર્શ્વ ભાગના ક્ષેત્રમાં જાણે દેખે.
અંતઃગત અવિધ ઉપર દૃષ્ટાંત છે. જેમ કોઈ પુરૂષ હરકોઈ દીપ પ્રમુખ અગ્નિનું ભાજન તથા મણિપ્રમુખ હાથમાં લઈને આગળ કરી ચાલતો જાય તો આગળ દેખે. જો પુંઠે રાખે તો પુંઠે દેખે; તેમ બે પડખે રાખી ચાલે તો બે પડખે દેખે; જે પાસે રાખે તે તરફ દેખે; બીજી બાજુ ન દેખે; એ રહસ્ય છે વળી જે બાજુ તરફ જાણે દેખે તે બાજુ તરફ સંખ્યાતા, અસંખ્યાતા યોજન લગી જાણે દખે.
૨ મધ્યગત - તે સર્વ દિશી તથા વિદિશી તરફ (ચૌતરફ) સંખ્યાતા અસંખ્યાતા યોજન લગી જાણે દેખે. પૂર્વોક્ત દીપ પ્રમુખ ભાજન માથે મૂકીને ચાલે તો તે ચૌતરફ દેખે તેમ.