Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
નંદી સૂત્રમાંથી પાંચ જ્ઞાનનું વિવેચન
૨૫૧ પરિણમે એ રહસ્ય છે ૭ સાદિક ઋત, ૮ અનાદિક ઋત, ૯ સાયવસિત શ્રત ૧૦ અપર્યવસિત શ્રત, એ ચાર પ્રકારના શ્રુતનો, ભાવાર્થ સાથે છે. બાર અંગ વ્યવચ્છેદ થયાં આશ્રી આદિક અંતસહિત અને વ્યવચ્છેદ ન થયાં આશ્રી આદિક સંત રહિત તે સમુચ્ચય ચાર પ્રકારે છે તે દ્રવ્યથી એક પુરૂષે ભણવા માંડ્યું તેને સાદિક સપર્યવસિત કહીએ, ને ઘણા પુરૂષ પરંપરા આશ્રી અનાદિક અપર્યવસિત કહીએ. ક્ષેત્રથી ૫ ભરત, ૫ ઈરવત, દશ ક્ષેત્ર આશ્રી સાદિક સપર્ય વસિત ૫ – મહાવિદેહ આશ્રી અનાદિક અપર્યવસિત. કાલથી ઉત્સપિણિ અવસર્પિણ આશ્રી સાદિક સપર્યવસિત નો ઉત્સર્પિણિ નોઅવસર્પિણ આશ્રી અનાદિક અપર્યવસિત. ભાવથી તીર્થકરોએ ભાવ પ્રકાશ્યા તે આશ્રી સાદિક સપર્યવસિત. લયોપશમભાવ આશ્રી અનાદિક અપર્યવસિત અથવા ભવ્યનું શ્રુત તે આદિક અંતસહિત, અભવ્યનું શ્રુત તે આદિક અંતરહિત તે ઉપર દૃષ્ટાંત છે સર્વ આકાશના અનંત પ્રદેશ છે. તે એકેક આકાશ પ્રદેશમાં અનંત પર્યાય છે. તે સર્વ પર્યાયથી અનંત ગુણે અધિક એક અગુરુલઘુ પર્યાય અક્ષર થાય. અક્ષર તે ફરે નહી, અપ્રતિહત, પ્રધાન, જ્ઞાન, દર્શન જાણવું તે. અક્ષર કેવલ સંપૂર્ણ જ્ઞાન જાણવું-તેમાંથી સર્વ જીવને સર્વ પ્રદેશ અક્ષરના અનંતમા ભાગે જાણપણું સદાકાળ ઉઘાડું રહે છે. શિષ્ય પૂછે છે કે સ્વામિન્ ! જો તેટલું જાણપણું ઢંકાય તો શું થાય ? ત્યારે ગુરૂ કહે છે, - કે જો તેટલું જાણપણું ઢંકાય તો જીવપણું મટીને અજીવ થાય, અને ચૈતન્ય મટીને જડપણું થાય, માટે હે શિષ્ય ! જીવના સર્વ પ્રદેશે અક્ષરના અનંતમા ભાગે જ્ઞાન સદા ઉઘાડું છે. જેમ વર્ષાકાળે કરી ચંદ્ર તથા સૂર્ય ઢાંક્યા થકા પણ સર્વથા ચંદ્ર તથા સૂર્યની પ્રભા ઢાંકી જાતી નથી, તેમ અનંત જ્ઞાનાવરણીય કર્મના આવરણનો ઉદય થયા છતાં પણ ચૈતન્યપણું સર્વથા આવરાતું (ઢંકાતું) નથી. નિગોદના જીવને પણ અક્ષરના અનંતમા ભાગે સદાજ્ઞાન ઉધાડું રહે છે.