Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૨૪૮
શ્રી બૃહદ્ જૈને થોક સંગ્રહ ૧ સંજ્ઞા અક્ષર શ્રત તે અક્ષરના આકારનું શાન; જેમકે ક, ખ, ગ, પ્રમુખ સર્વ અક્ષરની સંજ્ઞાનું જ્ઞાન. ક અક્ષરનો ઘાટ દેખી કહે છે એ ખ નહિ, ગ નહિ, એમ સર્વ અક્ષરની ના કહીને કહે કે એ તો ક જ છે. એમ સંસ્કૃત, પ્રાકૃત, ગોડી, ફારસી, દ્રાવિડી, હિંદી એ આદિ અનેક પ્રકારની લિપિમાં અનેક પ્રકારના અક્ષરના ઘાટ છે તેનું જે જ્ઞાન તે સંજ્ઞા અક્ષર શ્રુતજ્ઞાન.
૨ વ્યંજન અક્ષર શ્રત, તે હસ્ત, દીર્ઘ, કાનો, માત્રા, અનુસ્વાર પ્રમુખની સંયોજનાએ કરી બોલવું તે વ્યજંનાક્ષર ઋત.
૩ લબ્ધિ અક્ષર શ્રત તે ઈઢિયાર્થના જાણપણાની લબ્ધિથી અક્ષરનું જ્ઞાન થાય છે. તેના છ ભેદ
૧ શ્રોતેંદ્રિય લબ્ધિ અક્ષર શ્રુત તે કાને ભેરી પ્રમુખનો શબ્દ સાંભળી કહે, જે એ ભેરી પ્રમુખનો શબ્દ છે, તો ભેરી પ્રમુખ અક્ષરનું જ્ઞાન શ્રોતેંદ્રિલિબ્ધિથી થયું તે માટે શ્રોતેંદ્રિય લબ્ધિ અક્ષરદ્યુત કહીએ. * ૨ ચક્ષુ ઈદ્રિય લબ્ધિ અક્ષર શ્રુત તે આંખે આંબા પ્રમુખનું રૂપ દેખીને કહે છે એ આંબા પ્રમુખનું રૂપ છે, તો આંબા પ્રમુખ અક્ષરનું જ્ઞાન ચાઈન્દ્રિય લબ્ધિથી થયું, તે માટે ચક્ષુઈદ્રિય લબ્ધિ અક્ષર શ્રુત કહીએ.
૨ ધ્રાણેન્દ્રિય લબ્ધિ અક્ષરદ્યુત નાસિકાએ કેતકી પ્રમુખની ગંધ લઈને જાણે કે એ કેતકી પ્રમુખની ગંધ છે, તે ધ્રાણેન્દ્રિય લબ્ધિથી કેતકી પ્રમુખ અક્ષરનું જ્ઞાન થયું, માટે ઘાબેંદ્રિય લબ્ધિ અક્ષરગ્રુત કહીએ.
૪ રસેંદ્રિય લબ્ધિ અક્ષર શ્રત તે જીદ્વાએ કરી સાકર પ્રમુખનો સ્વાદ જાણીને એ સાકર પ્રમુખનો સ્વાદ છે, એ અક્ષરનું જ્ઞાન રસેંદ્રિયથી થયું, માટે રસેંદ્રિય લબ્ધિઅક્ષર શ્રુત કહીએ.