Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
બાર ભિક્ષુની પ્રતિમા (અભિગ્રહ રૂપ) - ૧ પહેલી પ્રતિમા એક માસની, તે શરીર ઉપર મમતા સ્નેહભાવ ન રાખે. શરીરની શુશ્રુષા ન કરે, જે કોઈ મનુષ્ય દેવ તિર્યંચનો પરિષહ ઉત્પન્ન થાય તે સમ પરિણામે સહન કરે. ૧.
૨૨૪
-
૨. એકદાતિ આહારની, એકદાતિ પાણીની લેવી કલ્પે. તે આહાર શુદ્ધ નિર્દોષ; કોઈ શ્રમણ, બ્રાહ્મણ, અતિથિ, કૃપણ, રાંક પ્રમુખ દ્વિપદ તથા ચતુષ્પદને અંતરાય ન પડે તેમ; વળી એક માણસ જમતો હોય તથા એકને અર્થે રાંધ્યું હોય તે આહાર લે, બે જમતામાંથી આપે તો ન લે; ત્રણ, ચાર, પાંચ વિગેરે જમવા બેઠા હોય તેમાંથી આપે તો ન લે; ગર્ભવંતી માટે નિપજાવ્યો હોય તે ન લે; તથા નવપ્રસૂતિનો આહાર ન લે; તથા બાળકને દૂધ પાતાં હોય તેના હાથનો ન લે; વળી એક પગ ઉમરામાં ને એક પગ ઉમરા બહાર એમ પગ રાખી વહોરાવે તો લે, નહિ તો ન લે.
ન
૩. પ્રતિમાધારી સાધુને ત્રણ કાળ ગૌચરીના કહ્યા છે; આદિમ, મધ્યમ, ચરિમ એટલે એક દિવસના ત્રણ ભાગ કરે, પહેલામાં ગૌચરી જાય તો બીજા ભાગમાં ન જાય, એમ ત્રણેમાં સમજવું.
૪ પ્રતિમાધારી સાધુને છ પ્રકારે ગૌચરી કરવી કહી છે. ૧ પેટીને આકારે (ચૌખુણી). ૨ અર્ધ પેટીને આકારે (બે પંકિત). ૩ બળદના મૂત્રને આકારે. ૪ પતંગ ટીડ ઉડે તે માફક અંતરે અંતરે કરે. ૫ શંખના આવર્તનની પેરે ગૌચરી કરે. ૬ જાતાં તથા વળતાં ગૌચરી કરે. એ છ પ્રકાર.
૫. પ્રતિમાધારી સાધુ જે ગામમાં જાય ત્યાં જાણે કે આ પ્રતિમાધારી સાધુ છે તો એક રાત્રિ રહે ને ન જાણે તો બે રાત્રિ રહે, તે ઉપરાંત રહે તો છેદ તથા પરિહાર તપ જેટલી રાત્રિ રહે તેટલા દિનનું પ્રાયશ્ચિત પામે.