Book Title: Bruhad Jain Thoak Sangraha
Author(s): Kantilal Jagjivandas Shah, Jashwantlal Shantilal Shah
Publisher: Sudharm Prachar Mandal
View full book text
________________
૨૪૦
શ્રી બૃહદ્ જૈન થોક સંગ્રહ
પાછળ અવિનયપણે બેસે તે આશાતના. ૧૦. શિષ્ય વડાની સાથે બહિર ભૂમિ જાય ને વડા પહેલા શુચિ થઈ આગળ આવે તે ૧૧. વડા સાથે વિહાર–ભૂમિ જઈ આવી ઇરિયાપથિકા પહેલા પ્રતિક્રમે તે. ૧૨. કોઈ પુરૂષ આવે તે વડાને બોલાવવા યોગ્ય છે તેવું જાણીને પહેલાં પોતે બોલાવે ને પછી વડા બોલાવે તે. ૧૩ રાત્રિએ વડા બોલાવે કે અહો આર્ય ! કોણ નિદ્રામાં છે ને કોણ જાગૃત છે ? તેવું બોલતાં સાંભળીને ઉત્તર ન આપે તે (૧૪) અશનાદિ વહોરી લાવીને પ્રથમ અન્ય શિષ્યાદિની આગળ કહે પછી વડાને કહે તે. (૧૫) અશનાદિ લાવીને પ્રથમ અન્ય શિષ્યાદિને બતાવે પછી વડાને બતાવે તે. (૧૬) અશનાદિ વહોરી લાવીને પ્રથમ અન્ય શિષ્યને આમંત્રણ કરે પછી વડાને આમંત્રણ કરે તે. (૧૭) વડા સાથે અથવા અન્ય સાધુ સાથે અન્નાદિ વહોરી લાવી વડાને કે વૃદ્ધ સાધુને પૂછ્યા વિના પોતાનો જેના ઉપર પ્રેમ છે તેઓને થોડું થોડું વહેંચી આપે તે (૧૮) વડા સાથે જમતાં ત્યાં સાદું પત્ર, શાક, રસસહિત, મનોશ ઉતાવળથી જમે તો આશાતના. (૧૯) વડાના બોલાવ્યા છતાં સાંભળીને મૌન રહે તે. (૨૦) વડાના બોલાવ્યાં છતાં પોતાના આસને રહી હા કહે, પરંતુ કામ બતલાવશે તેવા ભયથી વડા પાસે જાય નહિં તે. (૨૧) વડાના બોલાવ્યાથી આવે ને કહે કે શું કહો છો ? એવું મોટા સાદે અવિનયથી કહે તે. (૨૨) વડા કહે કે આ કાર્ય તમે કરો તમને લાભ થશે, ત્યારે શિષ્ય વડા પ્રતિ કહે કે તમે જ કરો તમોને લાભ થશે, તે (૨૩) શિષ્ય વડા પ્રત્યે કઠોર, કર્કશ ભાષા વાપરે તે. (૨૪) શિષ્ય વડાને, જેમ વડા શબ્દ વાપરે તેના શબ્દો તેવી જ રીતે વાપરે તે. (૨૫) વડા ધર્મ વ્યાખ્યાન આપતા હોય ત્યારે સભામાં જઈ બોલે કે તમો કહો છો તે કયાં છે ? એમ કહે તે. (૨૬) વડા ધર્મ વ્યાખ્યાન કહેતાં શિષ્ય કહે કે તમો તદ્દન ભુલી ગયા છો, તે. (૨૭) વડા ધર્મ વ્યાખ્યાન